'ગુડબાય' પોસ્ટર રિલીઝ:અમિતાભ બચ્ચન સાથે પહેલીવાર રશ્મિકા સ્ક્રીન શેર કરશે, 7 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે

23 દિવસ પહેલા

બોલિવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક કોરોનાને માત આપીને કામ પર પરત ફર્યા છે. બિગ-બી હાલ 'કૌન બનેગા કરોડપતિ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ 'ગુડબાય'નું પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કર્યું છે.

આ પોસ્ટરમાં બિગ બી પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રશ્મિકા મંદન્ના પતંગને ઢીલ આપી રહી છે. આ ફિલ્મમાં બિગ બી અને રશ્મિકા પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે.

'ગુડબાય' આ વર્ષે 7 ઓક્ટોબરે રિલીઝ થશે,
અમિતાભ બચ્ચને ફિલ્મનું આ પોસ્ટર કરીને લખ્યું હતું કે, 'પરિવાર સૌથી ખાસ વસ્તુ છે. જ્યારે કોઈ પાસે ન હોય ત્યારે જ તેની લાગણીનો અનુભવ થાય છે.' 'ગુડબાય' 7 ઓક્ટોબર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બિગ બીના આ કેપ્શન પરથી અંદાજ લગાવી શકાય છે કે આ એક પારિવારિક ફિલ્મ હશે.

ફિલ્મમાં નીના ગુપ્તા પણ જોવા મળશે
ફેન્સને અમિતાભ અને રશ્મિકાના આ લુકને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મમાં અમિતાભ અને રશ્મિકા ઉપરાંત નીના ગુપ્તા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં નીના પહેલીવાર અમિતાભની સામે જોવા મળશે. આ પોસ્ટર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, અમિતાભ આ ફિલ્મમાં રશ્મિકાના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો નીના ગુપ્તા રશ્મિકાની માતાના રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મથી રશ્મિકા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

અમિતાભ બચ્ચન અને રશ્મિકાનો આગામી પ્રોજેક્ટ
રશ્મિકા 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'માં તેના રોલને લીધે જાણીતી છે. આ ફિલ્મ પછી તેણે ટેલિવુડની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. રશ્મિકા 'ગુડબાય' સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ' અને રણબીર કપૂર સાથે 'એનિમલ'માં જોવા મળશે. અમિતાભ બચ્ચન 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.