22 ઓગસ્ટના રોજ રણવીર સિંહની માતા અંજુ ભવનાનીનો જન્મદિવસ હતો. રણવીર સિંહે પરિવાર સાથે મુંબઈની જાણીતી હોટલમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીનો ઇન્સાઇડ વીડિયો હાલમાં સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં રણવીર સિંહ અલગ અલગ સોંગ્સ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, રણવીર સિંહે જેકેટ કાઢીને મન મૂકીને ડાન્સ કર્યો હતો.
સો.મીડિયામાં પાર્ટીનો ઇન્સાઇડ વીડિયો વાઇરલ
રણવીર સિંહ પત્ની દીપિકા, બહેન રિતિક, પેરન્ટ્સ, સાસુ-સસરા (ઉજજવલા-પ્રકાશ પાદુકોણ) તથા અન્ય મિત્રો તથા સંબંધીઓ સાથે મુંબઈની જાણીતી રેસ્ટોરાંમાં ગયો હતો. રણવીર સિંહે મમ્મીની બર્થડે પાર્ટીમાં જેકેટ કાઢીને માત્ર ગંજી તથા રિપ્ડ જીન્સમાં ધમાકેદાર ડાન્સ કર્યો હતો. એક વીડિયોમાં રણવીર સિંહે માતા અંજુ ભવનાની એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'સોનુ કે ટીટુ કે સ્વીટી'ના ગીત 'દિલ ચોરી..' પર ડાન્સ કર્યો હતો. પિતા જગજિત સિંહ ભવનાની સાથે પણ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત રણવીર ફિલ્મ 'પદ્માવત'ના ગીત 'ખલીબલી..' પર ઝૂમ્યો હતો.
પત્ની સાથે મસ્તી કરી
રણવીર સિંહ ડાન્સ કરતો હતો અને દીપિકા હાથમાં ડ્રિંક લઈને ફેમિલી મેમ્બર સાથે સોફા પર બેઠી હતી. આ સમયે રણવીર પત્નીની નજીક આવ્યો હતો અને ફિલ્મ 'બેફ્રિકે'ના ગીત 'નશે સે ચઢ ગઈ રે..' પર ડાન્સ કર્યો હતો અને મસ્તી કરી હતી.
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે '83'માં પત્ની દીપિકા સાથે જોવા મળશે. આ ઉપરાંત રણવીરની 'જયેશભાઈ જોરદાર' રિલીઝની રાહ જોઈ રહી છે. રણવીર હાલમાં કરન જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ છે.
22 ઓગસ્ટના રોજ પરિવાર સાથે હોટલની બહાર રણવીર
પાર્ટીનો ઇન્સાઇડ વીડિયો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.