તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રોહિત શેટ્ટીનો નવો પ્રોજેક્ટ:1982ની બ્લોકબસ્ટર ફિલ્મ 'અંગૂર'ની રીમેકમાં રણવીર સિંહનો ડબલ રોલ, જેકલીન ફર્નાન્ડિઝ-પૂજા હેગડે સાથે રોમાન્સ કરશે

મુંબઈ9 દિવસ પહેલા

'સિમ્બા' તથા 'સૂર્યવંશી' બાદ હવે રોહિત શેટ્ટી તથા રણવીર સિંહ નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. રોહિત શેટ્ટી 1982માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'અંગૂર'ની રીમેક બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં સંજીવ કુમારે લીડ રોલ પ્લે કર્યો હતો. રોહિતની ફિલ્મમાં સંજીવ કુમારનો રોલ રણવીર સિંહ કરશે. ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિઝ તથા પૂજા હેગડે જોવા મળશે.

રોહિત પહેલા શાહરુખને લેવા માગતો હતો
ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે, ડિરેક્ટર રોહિત શેટ્ટી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરીને વાર્તાને મોડર્ન બનાવી રહ્યો છે. વર્ષ 1982માં ગુલઝારના ડિરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં સંજીવ કુમારે ડબલ રોલ પ્લે કર્યો હતો. વર્ષો બાદ રોહિત હવે આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ પહેલા વર્ષ 2015માં રોહિત એક્ટર શાહરુખ ખાનને લઈ ફિલ્મ બનાવવા માગતો હતો. જોકે, તે સમયે વાત જામી નહીં. ત્યારબાદ શાહરુખ-રોહિતે ફિલ્મ 'દિલવાલે'માં સાથે કામ કર્યું હતું.

રોહિત શેટ્ટીએ લૉકડાઉન દરમિયાન ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું. આ દરમિયાન જ રોહિતે 'અંગૂર'ની સ્ટાર-કાસ્ટ ફાઈનલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો