સેલેબ લાઇફ:રણવીર સિંહે 2.71 લાખ રૂપિયાનો ટ્રેક સૂટ ને 40 હજારની કેપ પહેરી, તસવીરો વાઇરલ

મુંબઈ5 મહિનો પહેલા
  • હાલમાં જ રણવીર સિંહે લાંબા વાળ તથા સોનાનો હાર પહેરીને એક ફોટોશૂટ કરાવ્યું હતું

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની વિચિત્ર ફેશન માટે જાણીતો છે. હાલમાં જ રણવીર સિંહે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં રણવીર સિંહને જોઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી.

આ ફોટોશૂટમાં રણવીર સિંહે ગુચ્ચી બ્રાન્ડનો ટ્રેક સૂટ પહેર્યો હતો. બ્લુ રંગના શાઇની ટ્રેક સૂટમાં રણવીર સિંહ કમાલનો લાગતો હતો. અનેક ચાહકોએ તેની તુલના હોલિવૂડ સ્ટાર જેરેડ લેટો સાથે કરી હતી.

રણવીર સિંહના બ્લુ ટ્રેક સૂટની કિંમત આટલી
રણવીર સિંહે જે બ્લુ ટ્રેક સૂટ પહેર્યો છે એની કિંમત લાખોમાં છે. ગુચ્ચીની વેબસાઇટ પ્રમાણે, રણવીર સિંહના ટ્રેક પેન્ટની કિંમત 1980 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1,48,242.60 રૂપિયા છે, જ્યારે જર્સીની કિંમત 1650 ડોલર (ભારતીય રૂપિયા 1,23,535.50) છે. આ ટ્રેક સૂટની કુલ કિંમત 2,71,778.10 રૂપિયા છે.

કેપની કિંમત 39,500 રૂપિયા
માત્ર ટ્રેક સૂટ જ નહીં, રણવીર સિંહે પહેરેલી કેપ પણ મોંઘી છે. આ કેપની કિંમત 530 ડોલર છે. ભારતીય ચલણ પ્રમાણે 39,588.08 રૂપિયા થાય છે.

રણવીરના લુકની ખાસ વાત
રણવીર ફોટોશૂટમાં લાંબા વાળમાં જોવા મળ્યો છે. રણવીરનો આ લુક ગુચ્ચીના ક્રિએટિવ ડિરેક્ટર એલેસેન્ડ્રો મિશેલને સમર્પિત છે. એલેસેન્ડ્રો લાંબા વાળને સપોર્ટ કરે છે. આ સ્પેશિયલ ફોટોશૂટ માટે રણવીરે સોનાનો હાર પહેર્યો છે. આ ઉપરાંત ગુચ્ચીના જેકી 1961 કલેક્શનમાંથી એક હેડબેગ પણ રણવીર સિંહે પકડી છે.

યુઝર્સે ટ્રોલ કર્યો

રણવીરને ફોટોશૂટને કારણે ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે બસ, આ જોઈને દીપિકા માટે અફસોસ થાય છે. એકે કહ્યું હતું કે આ તો બાબા રામદેવને કોમ્પિટિશન આપે છે. અન્ય એક કહ્યું હતું કે 21મી સદીનો ખિલજી કેવો લાગશે, જુઓ આ રહ્યો.

રણવીરના અપકમિંગ પ્રોજેક્ટ્સ
રણવીર સિંહની '83' તથા 'જયેશભાઈ જોરદાર' બનીને તૈયાર છે. કોરોનાને કારણે આ બંને ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. રણવીરે 'સર્કસ'નું શૂટિંગ કર્યું છે. આ ઉપરાંત કરન જોહરની ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.