તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ પિગ પિક્ચર:રણવીર સિંહ નાની સ્ક્રિન પર ડેબ્યુ કરશે, ભારતમાં નવી જનરેશનના ક્વિઝશોની સાથે દર્શકોને ઘરેબેઠા લાખો રૂપિયા જીતવાની તક મળશે

3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • એક્ટર વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો, 'ધ બિગ પિક્ચર'માં હોસ્ટ તરીકે જોવા મળશે

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં નાની સ્ક્રિન પર જોવા મળશે. એક્ટર વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો, 'ધ બિગ પિક્ચર'માં હોસ્ટ તરીકે જોવા મળશે. આગામી જનરેશનનA ક્વિઝ શો 'ધ બિગ પિક્ચર' પહેલી પ્રોપર્ટી છે, જે નોલેજ અને વિઝ્યુઅલ મેમરીનું મિશ્રણ છે. આ રસપ્રદ કન્ટેન્ટ રણવીર સિંહની સાથે ભારતમાં ગેમ શોના સિદ્ધાંતને નવા અંદાજમાં પ્રસ્તુત કરશે અને દર્શકોને લાખો રૂપિયા જીતવાની તક પણ મળશે.

આ શોમાં બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે
'ધ બિગ પિક્ચર'માં ગ્રાન્ડ પ્રાઈઝ મની જીતવા માટે કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઈફલાઈનની મદદથી બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે. શોનું ફોર્મેટ દર્શકોને ઘરેબેઠા રમવા અને મોટી પ્રાઈઝ જીતવાની તક આપશે.

આ શોએ કલાકાર તરીકે રણવીર સિંહને કંઈક નવું કરવાની તક આપી છે
શો વિશે વાત કરતા રણવીર સિંહ જણાવે છે કે, કલાકાર તરીકે મારા સફરમાં પ્રયોગ કરવા અને શોધ કરવાની મારી ભૂખ હંમેશાં રહે છે. ભારતીય સિનેમાએ મને બધું આપ્યું છે, તે એક અભિનેતા તરીકે આગળ વધવા અને પોતાની સ્કિલ્સનું પ્રદર્શન કરવાનું એક મંચ રહ્યું છે અને ભારતીયોએ મને ઘણો સ્નેહ આપ્યો. હવે હું 'ધ બિગ પિક્ચર'માં ટેલિવિઝન પર પહેલી વખત રસપ્રદ ફોર્મેટમાં તેની સાથે જોડાઈ રહ્યો છું. ભારતમા નવી જનરેશનના નવા ક્વિઝ શોની શરૂઆતના પ્રસ્તાવે મને આ ડીલ માટે આકર્ષિક કર્યો છે.