તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપ-વીરની જોડી:લોકડાઉન પછી રણવીર સિંહે વાઈફ દીપિકા સાથે પહેલો વીડિયો શેર કર્યો, ફેન્સ બોલ્યા-‘હવે સાથે ફિલ્મ પણ કરો’

5 મહિનો પહેલા

સોશિયલ મીડિયા પર રણવીર સિંહે એક વીડિયો શેર કર્યો છે. આ કમર્શિયલ વીડિયોમાં દીપિકા પણ સાથે છે. બંને પેપી સોંગ પર જોરદાર ડાન્સ સ્ટેપ કરતા દેખાયા. ટેલીકોમ કંપનીની આ એડમાં MS ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશિતા દત્ત, વત્સલ શેઠ પણ સામેલ છે. વીડિયો જોઇને દીપ-વીરના ફેન્સે કહ્યું કે, બંનેએ સાથે ફિલ્મ પણ કરવી જોઈએ.

ચાહકો બોલ્યા-‘એડ કરો કે સાથે ફિલ્મ કરો’
દીપિકા અને રણવીરની મસ્તી જોઇને તેમના ચાહકોએ કહ્યું, ‘આટલા લાંબા સમય પછી બંનેને એક્ટિવ જોઇને ઘણી ખુશી થઇ.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘બંને મોડર્ન ડે લવ સ્ટોરી માટે એકદમ પરફેક્ટ છે.’ ફેન્સે અત્યાર સુધી બંનેને ‘બાજીરાવ મસ્તાની’, ‘રામલીલા’, ‘ફાઈન્ડિગ ફેની’, ‘પદ્માવત’માં સાથે કામ કરતા જોયા છે.

એક રોલ માટે 15 કરોડ રૂપિયા ફી લેશે
અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો દીપિકા શકુન બત્રાની નેક્સ્ટ ફિલ્મમાં દેખાશે. તેનું શૂટિંગ હાલમાં જ ગોવામાં પૂરું થયું છે. એવી પણ ચર્ચા છે કે શાહરૂખની ‘પઠાન’માં એક રોલ માટે દીપિકાને 15 કરોડ રૂપિયાની ફી મળશે. રણવીરની નેક્સ્ટ ફીમ ‘83’, ‘સૂર્યવંશી’ અને ‘જયેશભાઈ જોરદાર’ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો