એક્ટર ફરી વિવાદમાં:રણવીર સિંહે ઇન્શ્યોરન્સ વગર 3.9 કરોડની કાર ચલાવી? પુરાવા સાથે સચ્ચાઈ સામે આવી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણવીર સિંહ બોલિવૂડમાં પોતાની સ્ટાઇલ ને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રણવીર સિંહ પર એક સો.મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે એક્ટરે જે કાર ચલાવી હતી તેનો ઇન્શ્યોરન્સ એક્સપાયર થઈ ગયો હતો. જોકે, પછી સચ્ચાઈ સામે આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટને કારણે વિવાદમાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
હાલમાં જ રણવીર સિંહ મુંબઈ એરપોર્ટથી પોતાની એસ્ટન માર્ટિન કાર ચલાવતો જોવા મળ્યો હતો. આ કારની કિંમત અંદાજે 3.9 કરોડ રૂપિયા છે. એક સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે આ કારનો ઈન્શ્યોરન્સ નથી. યુઝરે કહ્યું હતું કે મુંબઈ પોલીસ પ્લીઝ રણવીર સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેણે ઈન્શ્યોરન્સ ના હોવા છતાં કાર ચલાવી છે. મુંબઈ પોલીસે આ અંગે જવાબ આપતા કહ્યું હતું કે તેમણે આ અંગે ટ્રાફિક પોલીસને માહિતી આપી છે.

દાવો ખોટો નીકળ્યો
યુઝરના દાવા બાદ સો.મીડિયામાં રણવીર સિંહને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યશરાજ ફિલ્મ્સે રણવીર સિંહની એસ્ટન માર્ટિન કારનો ઇન્શ્યોરન્સ હોવાના પુરાવા આપ્યા હતા.

યશરાજે કહ્યું હતું કે એક સો.મીડિયા યુઝરે રણવીર સિંહ પર 3.9 કરોડની એસ્ટન માર્ટિનની ઇન્શ્યોરન્સ પોલિસી એક્સપાયર થયા બાદ પણ કાર ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. રણવીર સિંહે આ કારનો વીમો લીધો છે અને આ સ્ક્રિનશોટ છે. વધુમાં યશરાજ બેનરે કહ્યું હતું કે સો.મીડિયાના આ યુગમાં એવું લાગે છે કે ફેક ન્યૂઝ બનાવવામાં લોકોને વધારે રસ છે. મેઇન સ્ટ્રીમ મીડિયા આ પ્રકારની માહિતી લેતાં પહેલાં પૂરતી રીતે ફેક્ટ ચેક કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...