મિજવાન ફેશન શો 2022:રેમ્પ વૉક દરમિયાન રણવીર સિંહ-દીપિકા પાદુકોણ હાથોમાં હાથ નાખીને આવ્યા, સ્ટેજ પર એકબીજાને કિસ કરી

મુંબઈ2 મહિનો પહેલા

શુક્રવાર, 29 જુલાઈના રોજ મુંબઈમાં મિજવાન ફેશન શો 2022 યોજાઈ ગયો. આ ફેશન શો મનીષ મલ્હોત્રાએ યોજ્યો હતો. ફેશન શોમાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ શો સ્ટોપર હતા. બંનેએ હાથમાં હાથ નાખીને રેમ્પ પર વૉક કર્યું હતું. આટલું જ નહીં રેમ્પ વૉક દરમિયાન રણવીરે પત્ની દીપિકાને કિસ પણ કરી હતી.

ત્રણ વર્ષ બાદ શો યોજાયો કોવિડ 19ને કારણે છેલ્લાં ત્રણ વર્ષથી મનીષ મલ્હોત્રાએ આ ફેશન શો યોજ્યો નહોતો. મનીષ મલ્હોત્રા એક્ટ્રેસ શબાના આઝમી સાથે મળીને સામાન્ય રીતે મિજવાન ફેશન શો દર વર્ષે યોજતા હોય છે. ત્રણ વર્ષ બાદ આ પહેલી વાર શો યોજાયો હતો.

રેમ્પ વૉક પર રણવીર-દીપિકા...

માતાને પગે લાગ્યો
રેમ્પ વૉક દરમિયાન રણવીર સિંહ માતા અનુ ભાવનાનીને પગે પણ લાગ્યો હતો. દીપિકા તથા રણવીરનો પરિવાર આ ફેશન શોમાં હાજર રહ્યા હતા.

કોણ કોણ આવ્યું હતું?
ફેશન શોમાં ગૌરી ખાન, કરન જોહર, વિદ્યા બાલન, નોરા ફતેહી, ઈશાન ખટ્ટર, રિતેશ-જેનેલિયા સહિતના મહેમાનો આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શબાના આઝમી NGO મિજવાન વેલફેર સોસાયટી સાથે મળીને આ ફેશન શો યોજ્યો હતો.

ડાબેથી, નીલમ, ગૌરી ખાન તથા ભાવના પાંડે.
ડાબેથી, નીલમ, ગૌરી ખાન તથા ભાવના પાંડે.
જેનેલિયા-રિતેશ.
જેનેલિયા-રિતેશ.

અપકમિંગ પ્રોજેક્ટ
રણવીર સિંહે હાલમાં જ 'રણવીર વર્સિસ બેયર ગ્રિલ્સ'માં જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો છેલ્લે તેની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' ફ્લોપ રહી હતી. રોહિત શેટ્ટીની 'સર્કસ' તથા કરન જોહરની 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. દીપિકાની વાત કરીએ તો તે 'પઠાન', 'ધ ઇન્ટર્ન' તથા પ્રભાસની એક ફિલ્મમાં કામ કરી રહી છે.