ધ બિગ પિક્ચર:કન્ટેસ્ટન્ટની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને રણવીર સિંહ ઈમોશનલ થયો, ચાલુ શોમાં આંખોમાંથી આંસુ છલકાયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણવીર ‘ધ બિગ પિક્ચર’ શોના માધ્યમથી ટીવી પર ડેબ્યુ કરી રહ્યો છે

‘ધ બિગ પિક્ચર’ ના સેટ પર શોનો હોસ્ટ રણવીર સિંહ એક કન્ટેસ્ટન્ટની સ્ટોરી સાંભળીને રડી પડ્યો હતો અને તેની આંખમાંથી ધડ-ધડ આંસુ વહી રહ્યા હતા. રણવીર આ શોના માધ્યમથી ટીવી પર ડેબ્યુ કરી રહ્યો છે. કન્ટેસ્ટન્ટ અભય સિંહ સાતમા ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું, આ વાત સાંભળીને એક્ટર ઈમોશનલ થઈ ગયો હતો.

રણવીર કયા શબ્દો સાંભળીને ભાવુક થયો હતો?
અભયે સ્ટેજ પર રણવીરને કહ્યું કે, હું સાતમા ધોરણમાં હતો ત્યારે મારા પિતાએ દુનિયાને અલવિદા કહ્યું હતું. હું ત્યારે બહુ નાનો હતો. આજુબાજુ શું થઈ રહ્યું છે તેની કંઈ ખબર પડતી નથી. મેં એ પહેલાં ક્યારેય મૃત્યુનો અનુભવ કર્યો નથી. હું મારા પરિવાર સામે રડી શકતો નહોતો. મારી માતાએ ખૂબ મહેનત કરી છે. અમે ભાઈ-બહેન સ્કૂલે જઈ શકે તેટલા રૂપિયા નહોતા. આ બધું સાંભળીને રણવીર પોતાના ઈમોશન્સ રોકી ના શક્યો અને અંતે રડી પડ્યો. એ પછી અભયની ફેમિલી સાથે વીડિયો કોલમાં વાત કરી અને તેમના સ્ટ્રગલના વખાણ કર્યા.

2થી 3 વર્ષમાં પિતા બનવાની ઈચ્છા
એક પ્રોમોમાં રણવીર અભય સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. રણવીરે દીપિકા સાથેના ફેમિલી પ્લાનિંગ વિશે કહ્યું કે, હું બેથી ત્રણમાં પિતા બનવા ઈચ્છું છું. તમને બધાને ખબર છે મારા કંગન પણ થઈ ગયા છે અને થોડા વર્ષમાં સંતાન પણ આવી જશે. ભાઈ, તમારી ભાભી(દીપિકા) એટલી ક્યૂટ બેબી હતી ને, હું તેને કહું છું મને આવી જ ક્યૂટ બેબી આપી દે એટલે લાઈફ સેટ થઈ જાય. હું નામ શોર્ટલિસ્ટ કરી રહ્યો છું.

ટેલિવિઝન ડેબ્યુ ઉપરાંત રણવીર સિંહ કરણ જોહરના ડિરેક્શનમાં બનતી નેક્સ્ટ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં દેખાશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝ્મી અને જયા બચ્ચન લીડ રોલમાં છે.