તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OTT નહીં થિયેટરમાં '83' આવશે:ક્રિકેટ વર્લ્ડકપની મોટી જીતને નાની સ્ક્રીન સામે વાંધો, ટીમ '83'ને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણીની આશા

મુંબઈ2 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
 • ફિલ્મના પ્રોડ્યૂસર, ક્રૂ મેમ્બર્સ તથા ટીમ ઈન્ડિયા પૂર્વ ખેલાડી કીર્તિ આઝાદ સાથે ભાસ્કરની ખાસ વાતચીત

ભારતીય દર્શકોમાં ક્રિકેટ તથા બોલિવૂડ બંનેનો બરાબરનો ક્રેઝ છે. જો ફિલ્મ ક્રિકેટ પરની હોય અને તેમાં પણ સુપરસ્ટાર્સ હોય તો આ એક ડેડલી કોમ્બિનેશન બની શકે છે. 1983ના ક્રિકેટ વર્લ્ડકપમાં લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર બનેલી ફિલ્મ ટીમ '83' આવું જ એક ડેડલી કોમ્બિનેશન છે.

ડિરેક્ટર કબીર ખાનની ટીમ '83' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક છે. ફિલ્મના પ્રોડ્યૂસર તથા ઈન્ડસ્ટ્રીના અન્ય લોકો પણ માને છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસની ગેમમાં ચેમ્પિયન સાબિત થઈ શકે છે. જોકે, રિલીઝ ડેટ અંગે હજી સુધી કંઈ જ કન્ફર્મેશન નથી. ફિલ્મ 2020માં બનીને તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે અટકી ગઈ.

ફિલ્મ સૌ પહેલાં 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થવાની હતી. ત્યારબાદ 15 ઓગસ્ટ, 2020, 26 જાન્યુઆરી, 2021 જેવી ડેટ્સ સામે આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત થઈ હતી કે ફિલ્મ 4 જૂન, 2021ના રોજ રિલીઝ થશે. જોકે, હવે આ શક્ય હોય તેમ લાગતું નથી.

ફિલ્મ '83'ના પ્રોડ્યૂસર વિષ્ણુવર્ધન ઈન્દ્રુરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં. આ ફિલ્મને થિયેટર તથા મલ્ટીપ્લેક્સમાં મોડી રિલીઝ કરવામાં આવશે તો પણ બિઝનેસને કોઈ નુકસાન થશે નહીં. જોકે, તેઓ વધુ સારા બિઝનેસની આશા રાખે છે, કારણ કે દુનિયામાં જ્યાં પણ થિયેટર ખુલ્યા છે અને સુરક્ષાનું વાતાવરણ મળ્યું છે, ત્યાં ફિલ્મે અપેક્ષા કરતાં વધુ બિઝનેસ કર્યો છે.

બોક્સ ઓફિસ પર સફળતાની આશા કેમ?

 • ક્રિકેટ માટે ક્રેઝી ભારતમાં 1983ની જીત આખા દેશ માટે સૌથી મોટી પ્રાઉડ મોમેન્ટ હતી
 • 83માં ભારતમાં TV બહુ જ જૂજ પ્રમાણમાં હતા, રેડિયો કમેન્ટરીથી લોકો મેચ અપડેટ્સ સાંભળતા હતા. 83ની તે ક્ષણોનું રિક્રિએશન જોવાલાયક હશે
 • રણવીર તથા દીપિકા ટોપ સ્ટાર કપલ છે. દર્શકો બંનેને સાથે જોવા માગે છે.
 • સામાન્ય રીતે હિંદી ફિલ્મની અપીલ સાઉથ તથા નોર્થ ઈસ્ટમાં એક મર્યાદા હોય છે. જોકે, ક્રિકેટ અને તે પણ '83'ના વર્લ્ડ કપની જીતની વાર્તા આખા દેશને અપીલ કરશે. ફિલ્મ હિંદી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડમાં રિલીઝ થશે.

ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર કેમ નહીં?

 • મેકર્સે છેલ્લાં એક વર્ષથી ફિલ્મને હોલ્ડ પર રાખી છે, હવે જો ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ કરે તો આખા વર્ષની પ્રતીક્ષા બેકાર જશે. મોટી વાર્તા, મોટા સ્ટાર્સ તથા મલ્ટીસ્ટારર ફિલ્મને જોવાની મજા બિગ સ્ક્રીન પર વધારે છે.
 • એક બિગ બજેટ ફિલ્મ માટે થિયેટરમાં જેટલી કમાણીની આશા હોય છે, તેટલી ડિજિટલ રિલીઝમાં હોતી નથી.
 • ભારતમાં અત્યારે બિગ બજેટની ડિજિટલ રિલીઝ માટે મેચ્યોર માર્કેટ નથી. પાયરેસીનું જોખમ છે.
 • ફિલ્મના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઈટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. જોકે, એ પહેલાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.
 • મલ્ટીપ્લેક્સ એસોસિયેશને નક્કી કર્યું છે કે થિયેટર રિલીઝ તથા ડિજિટલ સ્ટ્રીમિંગની વચ્ચે ચાર અઠવાડિયાનો સમય હોવો જોઈએ. જો આનાથી સમય ઓછો હશે તો તેઓ ફિલ્મને મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરશે નહીં.

300 કરોડની કમાણીની આશા
આ ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ થિયેટરમાં મોટાપાયે રિલીઝ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 300 કરોડની કમાણીની અપેક્ષા છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે જો ફિલ્મનું યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવે તો ફિલ્મ વિદેશમાં પણ શાનદાર કમાણી કરી શકે છે, કારણ કે આ ક્રિકેટની એક ઐતિહાસિક ઈવેન્ટ છે. ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા જેવમાં ક્રિકેટ લોકપ્રિય છે. અહીંયા ફિલ્મને લોકલ દર્શક પણ મળી શકે છે.

શરૂઆતમાં થિયેટર 100% ક્ષમતા સાથે ખુલશે નહીં. 50% ક્ષમતા સાથે ફિલ્મને ચોક્કસ કમાણી સુધી પહોંચવામાં ખાસ્સી વાર લાગી શકે છે. 100% ક્ષમતા આવી જાય તો પણ કોરોનાના ડરને કારણે હજી થિયેટર હાઉસફૂલ થશે કે કેમ એ કોઈ કહી શકે તેમ નથી.

સફળતાની પહેલી શરત, રાઈટિંગ, એક્ટિંગ તથા ડિઝાઈન
ફિલ્મ ક્રિટિક મયંક શેખરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે 'ભાગ મિલ્ખા ભાગ' પછી આપણાં ત્યાં સ્પોર્ટ્સ બાયોપિકની રેસ શરૂ થઈ છે. આથી એ કોન્સેપ્ટ પર સ્પોર્ટ્સ ફિલ્મ ઘણી બની ચૂકી છે. દરેક ફિલ્મની થીમ એક જેવી જ છે કે કેવી રીતે એક અંડરડૉગ ખેલાડી કેવી રીતે સફળતા મળે છે.

આ જ રીતે રિયલ ટાઈમ સ્ટોરી પર બનેલી ફિલ્મમાં સારું રાઈટિંગ, દમદાર પર્ફોર્મન્સ તથા ઓરિજિનલ પ્રોડક્શન ડિઝાઈન, આ ત્રણેય મળીને એવા મોમેન્ટ્સ રિક્રિએટ કરી શકે તો જ દર્શકોને અપીલ કરશે.

'83' તથા બીજી સ્પોર્ટ્સ આધારિત ફિલ્મમાં મોટું અંતર
દેશમાં આ પહેલાં પણ સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ બની છે. 'મેરીકોમ', 'સાઈના' તથા 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ' જેવી ફિલ્મ તથા '83'માં સૌથી મોટો ફરક એ છે કે આ તમામ ફિલ્મ એક વ્યક્તિગત સ્પોર્ટ્સ પર્સનની બાયોપિક હતી, પરંતુ '83' પૂરી ટીમ તથા ખાસ કરીને એક સ્પોર્ટ્સ ઈવેન્ટ પર આધારિત છે.

ફિલ્મની તૈયારી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ તથા ફિલ્મમાં તેમની ભૂમિકા ભજવનાર રણવીર સિંહ
ફિલ્મની તૈયારી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ તથા ફિલ્મમાં તેમની ભૂમિકા ભજવનાર રણવીર સિંહ

કાસ્ટિંગમાં પહેલી શરત હતી કે એક્ટર્સને ક્રિકેટ આવડવું જોઈએ
1983 વર્લ્ડકપની વિશ્વ વિજેતા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ભારતીય જનતાના દિલમાં વસી ચૂક્યા છે. આથી આ ફિલ્મનો સૌથી મોટો પડકાર કાસ્ટિંગ હતું. ફિલ્મમાં એસિસોયેટ કાસ્ટિંગ ડિરેક્ટર વૈભવ વિશાંતે દિવ્ય ભાસ્કરે કહ્યું હતું કે સામાન્ય રીતે કાસ્ટિંગ માટે આપણે માત્ર એક્ટિંગને મહત્ત્વ આપીએ છીએ, પરંતુ આ ફિલ્મ માટે એમ જોવા આવ્યું કે એક્ટરને ક્રિકેટ આવડે છે કે નહીં, જેમ કે સંદીપ પાટિલની ભૂમિકા ભજવી રહેલા ચિરાગ પાટિલ જાતે જ ક્રિકેટર છે.

બિગ સ્ટારમાં માત્ર રણવીર-દીપિકા
'83'ની વાર્તા પૂર્વ કેપ્ટન કપિલ દેવની આસપાસ ફરે છે. ઓલરાઉન્ડર કપિલ દેવને પોતાની તથા ટીમ પર વિશ્વાસ હતો કે ભારત ક્રિકેટમાં વિશ્વ વિજેતા બની શકે છે. ડિરેક્ટર કબીર ખાન માને છે કે પોપ્યુલર સ્ટાર્સથી ફિલ્મનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળે છે. આથી જ કપિલની ભૂમિકામાં રણવીરને પસંદ કરવામાં આવ્યો. દીપિકા ક્રિકેટર કપિલની પત્ની રોમીના રોલમાં છે.

ચોકલેટી ફેસ નહોતો જોઈતો
વૈભવે કહ્યું હતું કે ઓરિજિનલ ભારતીય ટીમના મોટાભાગના ક્રિકેટર મધ્યવર્ગના પરિવારમાંથી આવતા હતા. કાસ્ટિંગમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે કોઈ ચોકલેટી ફેસ ના હોય. તે કયા રાજ્યનો છે, તે પણ જોવામાં આવ્યું, જેમ કે મોહિંદર અમરનાથ માટે સાઉથના કોઈ એક્ટરને કાસ્ટ કરી શકાય નહીં.

કપિલની દીકરી આસિસ્ટન્ટ ડિરેક્ટર
આ ફિલ્મની ખાસ વાત એ છે કે કપિલ દેવની દીકરી અમિયા દેવે આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અમિયા 25 વર્ષની છે. ભારતે વર્લ્ડ કપ જીત્યો તેના 13 વર્ષ બાદ અમિયાનો જન્મ થયો હતો.

મેલ્કમ માર્શલના પાત્રમાં તેમનો દીકરો
1983 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 43 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વેસ્ટઈન્ડિઝ તરફથી મેલ્કમ માર્શલને 2 વિકેટ લીધી હતી. ફિલ્મમાં મેલ્કમ માર્શલનો રોલ તેમનો દીકરો માલી માર્શલ પ્લે કરી રહ્યો છે.

કપિલ દેવ તથા તેમની પત્ની રોમા. ફિલ્મ '83'માં રણવીર સિંહ તથા દીપિકા તેમના રોલમાં છે
કપિલ દેવ તથા તેમની પત્ની રોમા. ફિલ્મ '83'માં રણવીર સિંહ તથા દીપિકા તેમના રોલમાં છે

કપિલના ઘરમાં રણવીર તથા દીપિકા રોકાયા હતા
ફિલ્મમાં સૌથી મહત્ત્વનો રોલ કપિલનો છે, આથી રણવીર સિંહ તથા દીપિકા થોડાં દિવસ સુધી કપિલના ઘરે રોકાયા હતા અને તેમની વાતચીત, બોડી લેંગ્વેજ તથા અન્ય બાબતો શીખી હતી.

કીર્તિએ કહ્યું, શૂટિંગ સમયે ઘણીવાર ફોન આવતો હતો ક્રિકેટરમાંથી નેતા બનેલા કીર્તિ આઝાદે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે તેમની ભૂમિકા દિનકર શર્માની સાથે 20 દિવસ સુધી રોજ 3-3 કલાકના સેશન રહ્યાં હતાં. બોલવાની, હસવાની, ગુસ્સો કરવાની ભોજન જમવાની તમામ બાબતો માત્ર શીખી જ નહીં, પરંતુ રેકોર્ડ પણ કરી હતી. આ ઉપરાંત ફિલ્મના ક્રૂને જ્યારે શૂટિંગમાં મુશ્કેલી આવે ત્યારે તેઓ ફોન કરતાં હતાં.

આઝાદે કહ્યું હતું કે 1983ને લાંબો સમય થઈ ગયો છે. હવે કેવી રીતે ચાલવું, હસવું તથા ગુસ્સો કરવો એવું બધું બદલાઈ ગયું છે. જોકે, સિંહની ગર્જના તો એવી જ રહે છે, તે ક્યારેય બદલાતી નથી. આટલા વર્ષો પછી પણ તમામ ક્રિકેટર્સે પોતાનું પાત્ર ભજવતા એક્ટર્સને ટ્રેનિંગ આપી હતી.

ધર્મશાળામાં ઓરિજિનલ ટીમ મેમ્બર્સને ટ્રેનિંગ આપી હતી
તમામ કલાકારોને મુંબઈ તથા ધર્મશાળાના HPCS ક્રિકેટના મેદાનમાં ઘણી જ પ્રેક્ટિસ કરી હતી. ધર્મશાળામાં કપિલ દેવ, બલવિંદ સંધુ, યશપાલ શર્મા તથા મોહિંદર અમરનાથના ફિલ્મ એક્ટ્રસને ટ્રેનિંગ આપી હતી.

ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ (HPCS)ના મીડિયા પ્રભારી સંજય શર્માએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં ફિલ્મ '83'ના કલાકારો તથા '83' વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓ ધર્મશાળા સ્ટેડિયમમાં આવ્યા હતા. તમામ બે અઠવાડિયા સુધી અહીંયા રહ્યાં હતાં.

ખેલાડીઓ પાસેથી ટ્રેનિંગ લેવા માટે જૂના વીડિયો જોઈને એક્ટર્સે એક્શન તથા હાવભાવ શીખ્યા હતા. ખેલાડીઓ પાસેથી જે ટ્રેનિંગ લીધી તેની વીડિયોગ્રાફી પણ લીધી હતી, જેથી કલાકારો પછી પણ શીખી શકે.

રણવીર સિંહ તથા અન્ય એક્ટર્સ '83'માં ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય બન્યા
રણવીર સિંહ તથા અન્ય એક્ટર્સ '83'માં ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય બન્યા

પહેલી જ વાર લોર્ડ્સમાં એટલું લાંબું શૂટિંગ
ફિલ્મ પ્રોડ્યૂસર વિષ્ણુવર્ધને કહ્યું હતું કે '83' પહેલી ફિલ્મ છે, જેનું શૂટિંગ લોર્ડ્સ સ્ટેડિયમ, ઇંગ્લેન્ડમાં થયું છે. ફિલ્મનું 70% શૂટિંગ ઇંગ્લેન્ડમાં થયું છે. ફિલ્મના મોટાભાગના ક્રૂ મેમ્બર્સ પણ ત્યાંના છે.

80ના દાયકાના કપડાં-જૂતા ખરીદ્યા
તે સમયને હૂબહૂ સ્ક્રીન પર લાવવા માટે ઘણી જ મહેનત કરવામાં આવી હતી. કીર્તિ આઝાદે વાતચીતમાં કહ્યું હતું કે ફિલ્મ ક્રૂના ખેલાડીઓ પાસેથી તેમની પસંદની ઘડિયાળ, જૂતા, કપડાં, બ્રાન્ડનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તે જ વસ્તુ ખરીદવામાં આવી હતી અથવા ડિઝાઈન કરવામાં આવી. ખેલાડીઓના ઘરમાં જે સામાન હતો, તે જોવામાં આવ્યો, તેની ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી કરવામાં આવી.

બે વર્ષ રિસર્ચઃ વાસ્તવિકતા સાથે સહેજ પણ ચેડા નથી કરવામાં આવી
પ્રોડ્યૂસર ઈન્દુરીના મતે ફિલ્મના ફેક્ટ્સ તથા ઓરિજિનલની સાથે ચેડા ના થાય, તે માટે બોર્ડમાં ક્રિકેટ કન્સલન્ટેન્ટ હાયર કરવામાં આવે. ટીમે અનેક મહિના સુધી ક્રિકેટ આર્કાઈવનો અભ્યાસ કર્યો હતો. કબીર ખાનની ટીમે દરેક ખેલાડી પાસે જઈને મુલાકાત કરી હતી. આ ફિલ્મના રિસર્ચ વર્કમાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

દીપિકા પાદુકોણ પણ ફિલ્મની પ્રોડ્યૂસર
ફિલ્મ '83'ના મુખ્ય પ્રોડ્યૂસર વિષ્ણુવર્ધન આ પહેલાં પણ બે બાયોપિક પ્રોડ્યૂસ કરી ચૂક્યા છે, 'જુનિયર એનટીઆર' તથા 'થલાઈવી'. જોકે, 'થલાઈવી' હજી સુધી રિલીઝ થઈ નથી. '83'ના બીજા પ્રોડ્યૂસર તરીકે દીપિકા પાદુકોણ છે. સાજીદ નડિયાદવાલા પણ છે. આ પ્રોડ્યૂસર્સ ફિલ્મ રિલીઝ માટે લાંબી પ્રતીક્ષા કરે શકે છે.

નેશનલ અવોર્ડ વિનર કબીર ખાન '83'ના ડિરેક્ટર
કબીર ખાન લેખક, ડિેરેક્ટર તથા સિનેમેટોગ્રાફર છે. તેમને 'બિયોન્ડ ધ હિમાલયાઝ' ડોક્યુમેન્ટ્રીની સિનેમેટોગ્રાફી માટે ઓળખવામાં આવે છે. કબીર ખાનના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ 'ધ ફરગોટન આર્મી' સુભાષ ચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મી પર આધારિત હતી. 2006માં 'કાબુલ એક્સપ્રેસ' ડિરેક્ટ કરીને મેનસ્ટ્રીમ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. 2009માં 'ન્યૂયોર્ક' તથા 'એક થા ટાઈગર'ની સફળતાએ તેમને કમર્શિયલ સિનેમામાં સફળ ડિરેક્ટર તરીકે સ્થાપિત કર્યા. જોકે, 'ફેન્ટમ' તથા 'ટ્યૂબલાઈટ' જેવી ફિલ્મ ફ્લોપ રહી હતી. કબીર ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ને પોપ્યુલર કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.

સ્ટાર કાસ્ટ

 • કપિલ દેવ - રણવીર સિંહ
 • રોમી દેવ - દીપિકા પાદુકોણ
 • બલવિંદર સિંહ - એમી વિર્ક
 • શ્રીકાંત - જીવા
 • સૈયદ કિરમાણી - સાહિલ ખટ્ટર
 • રોજર બિન્ની - નિશાંત દહિયા
 • સંદીપ પાટીલ - ચિરાગ પાટીલ
 • સુનિલ ગાવસ્કર - તાહિર રાજ ભસીન
 • મોહિંદર અમરનાથ - સાકીબ સલીમ
 • મદન લાલ - હાર્ડી સંધુ
 • સુનિલ વાલ્સન - આર બદરી
 • દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે
 • યશપાલ શર્મા - જતીન સરના
 • રવિ શાસ્ત્રી - ધૈર્ય કારવા
 • ટીમનાં મેનેજર માન સિંહ - પંકજ ત્રિપાઠી
 • ફારુખ એન્જિનિયર (BBC કમેન્ટેન્ટર) - બમન ઈરાની