ફરી ચર્ચામાં:હિમેશ રેશમિયાની ફિલ્મ બાદ રાનુ મંડલને નવો પ્રોજેક્ટ મળ્યો, દીપિકા ચિખલિયાની ફિલ્મમાં ગીતો ગાશે

મુંબઈએક વર્ષ પહેલા

ટીવી સિરિયલ 'રામાયણ'માં સીતાનો રોલ કરીને લોકપ્રિય બનનાર દીપિકા ચિખલિયા હાલમાં ફિલ્મ 'સરોજિની'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકાએ સરોજિની નાયડુનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં ઈન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલ ગીતો ગાશે. દીપિકાએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

રાનુ મંડલે ગીત ગાશે
દીપિકાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, 'મારી ફિલ્મ 'સરોજિની'માં ધીરજ મિશ્રાએ લખેલા ગીતો રાનુ મંડલ ગાશે.' આ સાથે જ રાનુ મંડલનો એક વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં સિંગરે કહ્યું હતું કે તે ધીરજ મિશ્રા સાથે કામ કરે છે. તે ફિલ્મના તમામ ગીતો ગાશે. તેને આશા છે કે ચાહકોનો પ્રેમ અને સન્માન પહેલાંની જેમ જ મળશે.

મે મહિનામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો
દીપિકાએ મે મહિનામાં ફિલ્મ 'સરોજિની નાયડુ'નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. ફિલ્મને આકાશ નાયક તથા ધીરજ મિશ્રા ડિરેક્ટ કરશે અને કનુભાઈ પટેલ પ્રોડ્યૂસ કરશે.

કોણ છે રાનુ મંડલ?
ગયા વર્ષે રાનુનાં ગીત ગાતા વીડિયોને 'બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ' નામના ફેસબુક અકાઉન્ટમાં શૅર કરવામાં આવ્યો હતો. ગ્રે હેર અને ચહેરા પર એક સ્માઈલ સાથે રાનુએ રેલવે સ્ટેશન પર કર્ણપ્રિય અવાજમાં સિંગર લતા મંગેશકરે ગાયેલું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાયું હતું. 'એક પ્યાર કા નગમા હૈ' સોંગ વર્ષ 1972માં આવેલી 'શોર' ફિલ્મનું છે. ફેસબુક પર રાનુનો વીડિયો ઘણો જ વાઈરલ થયો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ રાનુ મંડલ રાતોરાત લોકપ્રિય બની હતી. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર'માં ચાર ગીતો રાનુ મંડલ પાસે ગવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાનુનાં લગ્ન મુંબઈમાં બાબુલ મંડલ સાથે થયાં હતાં. લગ્નના થોડાં સમય પછી તે વિધવા થઈ અને પશ્ચિમ બંગાળ આવીને રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...