બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 7.12 કરોડનો ફ્લેટ ખરીદ્યો છે. રાની મુખર્જીનો આ ફ્લેટ 4+3 BHK (બેડરૂમ, હોલ, કિચન)નો છે. રાની મુખર્જીએ એ અપાર્ટમેન્ટમાં ઘર લીધું છે, ત્યાં ઘણી જાણીતા સેલેબ્સના ઘર આવેલા છે. રાની મુખર્જીએ ગયા મહિને પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવી હતી.
ક્યાં લીધો ફ્લેટ?
રાની મુખર્જીએ બાંદ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આ ફ્લેટ ખરીદ્યો છે. રુસ્તમજી પેરેમાઉન્ટ એક ગેટેડ કોમ્યુનિટી છે, જ્યાં સંપૂર્ણ પ્રાઇવસી સાથે આર્ટિફિશિયલ રૉક ક્લાઇમ્બિંગ વૉલ અને સ્ટાર-ગેઝિંગ ડેક સહિતની ઇન્ટરએક્ટિવ આઉટડોર સ્પેસ પણ છે.
22 માળની આ બિલ્ડિંગમાં રાનીનો ફ્લેટ 3545 સ્કેવર ફૂટનો છે. તેના ઘરમાંથી અરબી સમુદ્રનો નજારો જોવા મળશે. રાનીને બે કારનું પાર્કિંગ મળ્યું છે. આ ઉપરાંત કોમન વેલ-ઇક્વિપ્ડ જિમ્નેશિયમ અને ગેમિંગ ઝોન એક્ટ્રેસ અપાર્ટમેન્ટના અન્ય રહીશો સાથે શૅર કરશે. રુસ્તમજી પેરેમાઉન્ટમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેને સ્થાનિક રહેવાસીઓ વહેલા તે પહેલાના ધોરણે એડવાન્સમાં બુક કરાવી શકે છે.
રુસ્તમજી પેરેમાઉન્ટના ફ્લેટ આ રીતે બનાવવામાં આવ્યા છે, તસવીરોમાં...
હાર્દિક-કુણાલ પંડ્યા પડોશી બન્યા
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલનો રુસ્તમજી પેરેમાઉન્ટ સ્થિત ફ્લેટ 3838 સ્ક્વેર ફૂટનો છે. આ જ એપાર્ટમેન્ટમાં ટાઇગર શ્રોફ અને દિશા પટનીનો ફ્લેટ પણ છે.
રાની મુખર્જીના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે. આ ફિલ્મને નિખિલ અડવાણી પ્રોડ્યૂસ કરે છે. રાની એક્ટર સૈફ અલી ખાન સાથે 'બંટી ઔર બબલી 2'માં જોવા મળશે. કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. રાની મુખર્જી છેલ્લે 2019માં ફિલ્મ 'મર્દાની 2'માં જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.