તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધની સજા:‘રંગ દે બસંતી’ ફૅમ સિદ્ધાર્થનો આક્ષેપઃ તમિળનાડુ ભાજપના લોકોએ મોબાઈલ નંબર લીક કર્યો, જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

મુંબઈ2 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • બોલિવૂડ તથા સાઉથ એક્ટર સિદ્ધાર્થ કોરોનાની ખરાબ પરિસ્થિતિ અંગે સતત નરેન્દ્ર મોદી તથા અમિત શાહ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી રહ્યો છે.

‘રંગ દે બસંતી’ ફૅમ એક્ટર સિદ્ધાર્થ નારાયણે આક્ષેપ મૂક્યો છે કે ભાજપની તમિળનાડુની ઓફિસના લોકોએ તેનો પર્સનલ મોબાઈલ નંબર જાહેર કરી દીધો છે. હવે આ નંબર પર તેને ધમકીઓ મળી રહી છે. આ સાથે જ અનેક હેટ કોલ્સ આવી રહ્યા છે, જેમાં લોકો તેને ગાળો આપે છે. જોકે, સિદ્ધાર્થે હજી સુધી આ અંગે પોલીસ ફરિયાદ કરી નથી.

સિદ્ધાર્થે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી, મારો ફોન નંબર તમિળનાડુ ભાજપના લોકોએ લીક કર્યો છે. ત્યારબાદથી મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળે છે. મારા પરિવારની મહિલાઓને રેપની ધમકી આપવામાં આવે છે. સિદ્ધાર્થે કહ્યું હતું કે તેણે તમામ નંબર સેવ કરીને રાખ્યા છે અને તે ટૂંક સમયમાં પોલીસને આ નંબર્સ આપશે.

સિદ્ધાર્થની ટીમના મેનેજર સુરેશ ચંદ્રાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે તે અને સિદ્ધાર્થ હાલમાં કોરોનાગ્રસ્ત લોકોની મદદમાં વ્યસ્ત છે. આથી પોલીસ સ્ટેશનના ચક્કરમાં પડવા માગતા નથી. જોકે, આ વાત વધુ પડતી થઈ ગઈ હોવાથી હવે તેઓ નક્કર પગલાં લેશે.

વેબ સિરીઝ ‘સ્કેમ 92’માં જર્નલિસ્ટ સુચેતા દલાલનો રોલ પ્લે કરનાર શ્રેયા ધનવંતરીએ સિદ્ધાર્થને સપોર્ટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થના સમર્થનમાં પોસ્ટ શૅર કરી હતી.

મૂળ ચેન્નઈમાં રહેતો સિદ્ધાર્થ છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્ર તથા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરે છે. રેપ તથા પરિવારને જાનથી મારી નાખવીની ધમકી મળ્યા બાદ સિદ્ધાર્થે કહ્યું હતું કે તે આ પ્રકારની ધમકીથી ડરવાનો નથી. તે નરેન્દ્ર મોદી તથા અમિત શાહ વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહેશે.

સિદ્ધાર્થે તમિળ ભાષાના તમિળ ભાજપા કાર્યકર્તાની એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ બીજીવાર પોતાનું મોં ના ખોલે. ખરી રીતે કોરોનાની બીજી લહેર બાદ ઓક્સિજન, હોસ્પિટલ, દવા, બેડ અંગે જે હાહાકાર મચ્યો છે, ત્યારથી સિદ્ધાર્થ સો.મીડિયામાં સક્રિય છે. તે ચેન્નઈના લોકોને વેરીફાઈ નંબર, વેરીફાઈ લીડર્સ તથા દરેક પ્રકારની મદદ કરે છે. તે હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ્સ તથા લેબ્સના નંબર શૅર કરે છે. સિદ્ધાર્થ મેન્ટલ હેલ્થ પર પણ કામ કરી રહ્યો છે.

હિંદી સિનેમાના દર્શકો સિદ્ધાર્થને ‘રંગ દે બસંતી’, ‘ચશ્મે બદ્દુર’ તથા ‘ધી હાઉસ નેકસ્ટ ડોર’ જેવી ફિલ્મથી ઓળખે છે. સિદ્ધાર્થે તમિળ, તેલુગુ તથા મલયાલમ ફિલ્મમાં કામ કર્યું છે. સિદ્ધાર્થે પ્લેબેક સિંગર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી છે.

આ કેસમાં હજી સુધી તમિળનાડુ ભાજપ તરફથી આ લખાય છે, ત્યાં સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...