શટલર સાઈના સાથે ખરાબ વર્તન:'રંગ દે બસંતી' ફૅમ એક્ટર સિદ્ધાર્થે અશ્લીલ કમેન્ટ કરી, ટ્રોલ થતાં કહ્યું- 'મારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બસંતી' ફૅમ સિદ્ધાર્થે હાલમાં જ સાઈના નેહવાલ પર સેક્સિસ્ટ કમેન્ટ કરી હતી. સિદ્ધાર્થ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો. હવે સિદ્ધાર્થે કહ્યું હતું કે તેનો કહેવાનો અર્થ આ નહોતો. તેની વાતનો ખોટો અર્થ કાઢીને વિવાદ ઊભો કરવામાં આવ્યો. તેણે કંઈ જ અપમાનજનક કહ્યું નથી. જોકે, આ અંગે રાષ્ટ્રીય મહિલા પંચે સિદ્ધાર્થને નોટિસ ફટકારી છે.

ક્યાંથી વિવાદ શરૂ થયો?
સાઈનાએ સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના ફિરોઝપુર ખાતે થયેલી સુરક્ષામાં ચૂક થઈ એની નિંદા કરી હતી. સાઈનાએ કહ્યું હતું, 'કોઈ પણ રાષ્ટ્રના વડાપ્રધાનની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે તો તે રાષ્ટ્ર ક્યારેય પોતાને સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં. હું કડક શબ્દોમાં અરાજકતાવાદીઓએ વડાપ્રધાન મોદી પર કરેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું.'

સાઈનાની આ પોસ્ટ પર એક્ટર સિદ્ધાર્થે ચેમ્પિયન માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું, 'ભગવાનનો આભાર છે કે આપણી પાસે ભારતના રક્ષક છે. ધિક્કાર છે તમારી પર.' આ લાઇન્સની સાથે સિદ્ધાર્થે હેશટૅગમાં રિહાન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.

સો.મીડિયા યુઝર્સે સિદ્ધાર્થને ટ્રોલ કર્યો હતો
સિદ્ધાર્થની પોસ્ટ પર યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું હતું. યુઝર્સે કહ્યું હતું કે ટ્વિટર ઇન્ડિયાએ સાવ મામૂલી એક્ટરને બ્લૂ ટિક આપી રાખી છે. તે સ્પોર્ટ્સ આઇકન પર અશ્લીલ કમેન્ટ કરે છે.