તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:ICUમાં રણધીર કપૂરની હાલત સ્થિર, ચિંતાગ્રસ્ત નાની બહેન રીમાએ કહ્યું, બે ભાઈઓને ગુમાવ્યા, એક હોસ્પિટલમાં છે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ 19નો ભોગ બનેલા રણધીર કપૂર હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ICUમાં એડમિટ છે. તેમની હાલત સ્થિર છે. રિપોર્ટ્સમાં હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે રણધીરને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓ હજી થોડાં દિવસ હોસ્પિટલમાં જ રહેશે. આ દરમિયાન 74 વર્ષીય એક્ટરની નાની બહેન રીમા જૈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે એક વર્ષમાં તેણે બે ભાઈઓ ગુમાવ્યા છે.

અત્યારે સારી સ્થિતિમાં નથીઃ રીમા જૈન
30 એપ્રિલના રોજ રણધીર કપૂરના બીજા નંબરના ભાઈ રિશી કપૂરની પહેલી ડેથ એનિવર્સરી હતી. આ પ્રસંગે રીમા જૈને મીડિયા સાથેની વાતચીતમાં ભાઈને યાદ કરીને કહ્યું હતું, ‘હું મારા બે ભાઈ (રિશી તથા રાજીવ)ને ગુમાવી ચૂકી છું. એક ભાઈ હોસ્પિટલમાં છે. અત્યારે હું સારી સ્થિતિમાં નથી. બસ પ્રાર્થના અને આશા છે કે તેમની (રિશી) આત્માને શાતિ મળે. મને તેમની બહુ જ યાદ આવે છે.’

રણધીરે વેક્સિન લીધી છતાં ચેપ લાગ્યો
રણધીરે કપૂરે કહ્યું હતું કે તેમણે કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા છે. તેમને ખ્યાલ નથી કે તેમને કેવી રીતે વાઈરસનો ચેપ લાગ્યો.

વધુમાં રણધીરે કહ્યું હતું કે તેમને સહેજ પણ અંદાજો નથી કે તે કેવી રીતે કોવિડ 19ના સંપર્કમાં આવી ગયા. તેમને આ વાતની ઘણી જ નવાઈ લાગી છે. તેમના સ્ટાફના પાંચ મેમ્બર્સ પણ પોઝિટિવ છે. આ પાંચેયને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

16 મહિનામાં ત્રણ કપૂર ભાઈ-બહેનોનું નિધન
શોમેનના નામથી લોકપ્રિય રાજકપૂરના પાંચ સંતાનોમાંથી ત્રણના નિધન છેલ્લાં 16 મહિનામાં થયા છે. ત્રણે ભાઈમાંથી માત્ર રણધીર બચ્યા છે. રિશી કપૂરનું 30 એપ્રિલ, 2020ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. 9 ફેબ્રુઆરી, 2021ના રોજ રાજીવ કપૂરનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. 2 બહેનમાંથી એક બહેન રીમા જૈન છે. રિતુ નંદાનું 14 જાન્યુઆરી, 2020ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું. તેઓ કેન્સર પીડિત હતાં.