તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ-અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા. રણધીર કપૂર હોસ્પિટલમાં જતા સમયે એકદમ ભાંગી પડ્યા હતા. નોંધનીય છે કે ગયા વર્ષે રિતુ નંદા તથા રિશી કપૂરનું નિધન થયું હતું. પરિવાર હજી આ આઘાતમાંથી બહાર પણ આવી શક્યો નહોતો અને હવે સૌથી નાના ભાઈનું નિધન થયું છે.
રણધીર કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની બૉડી મળે એની રાહ જોઉં છું.'
નીતુ સિંહની સો.મીડિયા પોસ્ટ
બોલિવૂડ સેલેબ્સે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શોક પ્રગટ કર્યો હતો
બોની કપૂરે કહ્યું હતું, 'રાજીવ કપૂરના નિધનથી આઘાત લાગ્યો. તેને મોટો થતો જોયો છે. પૂરા પરિવારને સાંત્વના.'
માધુરી દીક્ષિતે કહ્યું હતું, 'રાજીવ કપૂર સાથે ફિલ્મ 'પ્રેમગ્રંથ'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મનો વિષય ઘણો જ મુશ્કેલ હતો પરંતુ તેમની પહેલી ફિલ્મ હોવા છતાંય ઘણી જ સહજતાથી આ ફિલ્મ કરી હતી. તેમની સાથેની સારી યાદો યાદ આવે છે. કપૂર પરિવારને સાંત્વના.'
સની દેઓલે કહ્યું હતું, 'રાજીવ કપૂરના નિધનથી આઘાત લાગ્યો. કપૂર પરિવારને સાંત્વના.'
અક્ષય કુમારે પોસ્ટમાં કહ્યું હતું, 'રાજીવ કપૂરના નિધનથી ઘણું જ દુઃખ થયું. પૂરા પરિવારને મારી સંવેદના.'
રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રિશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.
રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી 'રામ તેરી ગંગા મેલી' હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શનક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યા હતા.
પ્રોડ્યુસર તરીકે
ડિરેક્ટર તરીકે
અભિનેતા તરીકે
1999થી રાજીવ ફિલ્મ્સથી દૂર છે. વર્ષ 2001માં 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયાં હતાં.
ગયા વર્ષે રિશી કપૂરનું નિધન
67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.
2018માં માતાનું નિધન
વર્ષ 2018માં રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમને કેટલાંક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તેઓ કપૂર પરિવારના સૌથી સિનિયર વ્યક્તિ હતા. કૃષ્ણાએ રાજ કપૂર સાથે 1946માં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ દીકરા- રણધીર, રિશી, રાજીવ તથા બે દીકરી- રીમા, રિતુ હતી. રિશી, રાજીવ તથા રિતુ હવે આ દુનિયામાં નથી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.