તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિસ્ટેક:નાના રણધીર કપૂરે ભૂલથી કરીનાના બીજા દીકરાની તસવીર શૅર કરી, થોડીક ક્ષણો બાદ ડિલીટ કરી

મુંબઈ7 દિવસ પહેલા

કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ હજી સુધી પોતાના બીજા દીકરાનું નામ શૅર કર્યું નથી. ઈન્ટરનેશનલ વીમેન્સ ડેના દિવસે કરીનાએ બીજા દીકરા સાથેની એક તસવીર શૅર કરી હતી. જોકે, આ તસવીરમાં દીકરાનો ચેહરો દેખાતો નહોતો. હવે, કરીનાના પિતા રણધીર કપૂરે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. જોકે, થોડીક જ વારમાં રણધીર કપૂરે આ તસવીર ડિલીટ કરી નાખી હતી. માનવામાં આવે છે કે આ તસવીર કરીનાના બીજા દીકરાની હતી.

રણધીરે સો.મીડિયામાં કોલાજ શૅર કર્યો હતો
રણધીરે સો.મીડિયામાં બે તસવીર કોલાજ શૅર કરી હતી. આ કોલાજમાં એક તસવીર તૈમુરની છે અને બીજી તસવીર બીજા દીકરાની છે. ચાહકો માની રહ્યાં છે કે આ તસવીર કરીનાના બીજા દીકરાની જ છે. જોકે, રણબીરે આ તસવીર ડિલીટ કરી નાખી હતી.

તૈમુર જેવો દેખાય છે કરીનાનો બીજો દીકરો
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધિર કપૂરે કહ્યું હતું, 'મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જોકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે.'

કરીનાએ બીજી ડિલિવરીના 18 દિવસ બાદ કામ શરૂ કર્યું

કરીનાએ ડિલિવરીના માત્ર 18 દિવસ બાદ જ એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાઈરસ જેવો રોગચાળો પણ હતો. જોકે, કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ 19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો