તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્ટી:નાના ભાઈ રાજીવના નિધનના પાંચમા દિવસે મોટા ભાઈ રણધીરે બર્થડે પાર્ટી આપી, કપૂર પરિવારે સેલિબ્રેશન કર્યું

મુંબઈ21 દિવસ પહેલા

58 વર્ષીય રાજીવ કપૂરનું નિધન 9 ફેબ્રુઆરીના રોજ થયું હતું. રાજીવ કપૂરના અવસાનના પાંચમા દિવસે કપૂર પરિવારે રણધીર કપૂરનો 74મો જન્મદિવસ 14 ફેબ્રુઆરીના રોજ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરનો જન્મદિવસ 15 ફેબ્રુઆરીના રોજ છે. રાજીવ કપૂરની અંતિમ વિધિ ચેમ્બુર સ્થિત ઘરમાં કરવામાં આવી હતી. હવે પાંચ દિવસ બાદ આ જ ઘરમાં પાર્ટી કરવામાં આવી હતી. પાર્ટીમાં કપૂર પરિવાર સામેલ થયો હતો. સો.મીડિયા યુઝર્સે પણ કપૂર પરિવારે આ રીતે પાર્ટી સેલિબ્રેટ કરી તે અંગે તેમને ટ્રોલ કર્યા હતા. યુઝર્સે કહ્યું હતું કે રાજીવના મોતને હજી 10 દિવસ પણ નથી થયાં અને કપૂર પરિવાર પાર્ટી કરવા લાગ્યો!

નવ ફેબ્રુઆરીએ જે ઘરમાંથી રાજીવ કપૂરની અર્થી કાઢવામાં આવી એ જ ઘરમાં 14 ફેબ્રુઆરીએ પાર્ટી આપવામાં આવી
નવ ફેબ્રુઆરીએ જે ઘરમાંથી રાજીવ કપૂરની અર્થી કાઢવામાં આવી એ જ ઘરમાં 14 ફેબ્રુઆરીએ પાર્ટી આપવામાં આવી

કરીના કપૂર ગ્રીન કફ્તાનમાં જોવા મળી
કરીના કપૂરની ડિલિવરીને હવે માંડ એક કે બે દિવસ બાકી છે. તે પણ પાર્ટીમાં જોવા મળી હતી. ગ્રીન સિલ્કી કફ્તાનમાં કરીના કપૂર ઘણી જ સુંદર લાગતી હતી. સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે આવ્યો હતો. કરન જોહર, સંજય કપૂર પત્ની મહિપ કપૂર સાથે આવ્યો હતો. નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે આવ્યા હતા તો રણબીર કપૂર પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો.

રાજીવની બહેન પરિવાર સાથે આવી
રાજીવની બહેન રિમા જૈન દીકરા અરમાન સાથે જોવા મળ્યાં હતાં. રિમા જૈનનો દીકરો આદર જૈન ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે આવ્યો હતો.

રણધીર કપૂરની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં....

કરીના કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર, કુનાલ કપૂર દીકરા ઝહાન સાથે
કરીના કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર, કુનાલ કપૂર દીકરા ઝહાન સાથે
નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે
નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
કરિશ્મા કપૂર દીકરી સમાયરા સાથે
કરીના કપૂર, સૈફ અલી ખાન-તૈમુર, સંજય કપૂર-મહિપ કપૂર
કરીના કપૂર, સૈફ અલી ખાન-તૈમુર, સંજય કપૂર-મહિપ કપૂર
આલિયા ભટ્ટ-રણબીર કપૂર
આલિયા ભટ્ટ-રણબીર કપૂર
સૈફ અલી ખાન, કરીના કપૂર
સૈફ અલી ખાન, કરીના કપૂર
અરમાન જૈન
અરમાન જૈન
આલિયા ભટ્ટ તથા આદર જૈન
આલિયા ભટ્ટ તથા આદર જૈન

સો.મીડિયામાં યુઝર્સે ટ્રોલ કર્યા

સો,મીડિયા યુઝર્સે કપૂર પરિવારને ટ્રોલ કર્યો હતો
સો,મીડિયા યુઝર્સે કપૂર પરિવારને ટ્રોલ કર્યો હતો
સો.મીડિયા યુઝર્સે કપૂર પરિવારની પાર્ટી પર સવાલ કર્યા હતા
સો.મીડિયા યુઝર્સે કપૂર પરિવારની પાર્ટી પર સવાલ કર્યા હતા

9 ફેબ્રુઆરીએ રાજીવનું નિધન
રાજીવ કપૂરનું નવ ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.રાજીવ બે ભાઈઓ (રણધીર, રિશી) તથા બે બહેનો (રિતુ નંદા તથા રિમા જૈન)માં સૌથી નાના હતા. મોટી બહેન રિતુ તથા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે જાન્યુઆરી તથા એપ્રિલમાં નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં કરીના-કરિશ્મા, રણધીર-બબીતા, નીતુ સિંહ, કુનાલ કપૂર, રીમા જૈન પરિવાર સાથે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ચંકી પાંડે, અનુ મલિક, પ્રેમ ચોપરા, નીલ નીતિન મુકેશ, કુનાલ ગોસ્વામી (મનોજ કુમારનો દીકરો), આશુતોષ ગોવારિકર, સોનાલી બેન્દ્રે, શાહરુખ ખાન, અનિલ અંબાણી જેવા સેલેબ્સ આવ્યા હતા.

પ્રાર્થનાસભામાં હવન કરવામાં આવ્યો હતો
રાજીવ કપૂર મુંબઈમાં ચેમ્બુરમાં રહેતા હતા. તેમની અંતિમ યાત્રા પણ આ જ ઘરમાંથી કાઢવામાં આવી હતી. ચૌથાની વિધિમાં ઘરમાં એક હવન કરવામાં આવ્યો હતો. આ હવનમાં રણધીર કપૂર-બબીતા તથા બહેન રિમા જૈન બેઠાં હતાં. રાજીવ કપૂરના ચૌથામાં કુનાલ કપૂર, નીતુ સિંહ, રણબીર કપૂર, અરમાન જૈન-અનિસા મલ્હોત્રા, આદર જૈન, રિદ્ધિમા કપૂર, નતાશા કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, આર કે સ્ટૂડિયોના 94 વર્ષીય મેનેજર વિશ્વ મહેરા, શ્વેતા બચ્ચન પણ આવ્યા હતા.

રણધીર કપૂરે કહ્યું, 'હવે હું ઘરમાં એકલો રહી ગયો'
લૉકડાઉનમાં રાજીવ કપૂર ચેમ્બુર સ્થિત આર કે બંગલોમાં ભાઈ રણધીર સાથે રહેવા જતા રહ્યાં હતાં. 30 એપ્રિલ, 2020ના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું અને હવે રાજીવનું પણ અવસાન થયું. રણધીરે કહ્યું હતું, 'મને ખ્યાલ નથી કે શું બન્યું હતું. હું રિશી તથા રાજીવ બંનેની નિકટ હતો. મેં મારા પરિવારના ચાર લોકોને ગુમાવી દીધા. પહેલાં માતા ક્રિશ્ના કપૂર (ઓક્ટોબર, 2018), મોટી બહેન રિતુ નંદા (જાન્યુઆરી, 14, 2020), રિશી અને હવે રાજીવ. આ ચાર લોકો મારા માટે ઘણાં જ મહત્ત્વના હતા. હું આ ચારેય લોકો સાથે ઘણી જ વાતો કરતો હતો. હવે હું આ ઘરમાં સાવ એકલો રહી ગયો છું.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો