તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંપત્તિને લઈને માથાકૂટ:રાજીવ કપૂરની પ્રોપર્ટી માટે રણધીર અને રીમા બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યા, કોર્ટે કહ્યું-પહેલાં રાજીવની ડિવોર્સ ડિક્રી લઈને આવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપૂર પરિવારના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ ડિવોર્સી હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. આવી સ્થિતિમાં તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

કોર્ટનો આદેશ- ડિવોર્સ ડિક્રી લઈને આવો
જસ્ટિસ ગૌતમ પટેલે રણધીર અને સીમા દ્વારા દાખલ કરવામાં આવેલી વસિયતનામાની અરજી પર સુનાવણી કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજીવ કપૂરના વર્ષ 2001માં આરતી સભરવાલ સાથે લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષમાં તૂટી ગયા. તેમને કોઈ સંતાન પણ નહોતું. તેથી રાજીવની પ્રોપર્ટી કપૂર પરિવારના નામે કરવામાં આવે. જસ્ટિસ ગૌતમે કહ્યું કે, પ્રોપર્ટી તમારા નામે થઈ જશે પરંતુ પહેલા તમે ડિવોર્સ ડિક્રી શોધીને કોર્ટ સમક્ષ જમા કરો. આવા કેસમાં કોર્ટ પહેલા ડિવોર્સનો ઓર્ડર જારી કરે છે. બાદમાં ડિક્રી આવે છે.

જસ્ટિસ પટેલે પોતાના આદેશમાં કહ્યું કે, રિમાના 21 એપ્રિલના એડિશનલ એફિડેવિટ આ તલાકના તથ્યની ફરીથી પુષ્ટિ થઈ છે. તે દર્શાવે છે કે સાર્વજનિક ડોમેનમાં કેટલીક સામગ્રી છે જે તલાકનો ઉલ્લેખ કરે છે.

કપૂર ફેમિલીએ સમય માગ્યો
રણધીર અને રીમાની તરફથી સિનિયર એડવોકેટ શરણ જગતિયાનીએ કહ્યું કે, હાઈકોર્ટે રજિસ્ટ્રીએ તલાકની ડિક્રીની પ્રમાણિત નકલ માગી છે. તેમણે એવું કહીને ડિક્રી જમા કરાવવાની મંજૂરી માગી છે કે તેની પાસે તેની કોઈ નકલ નથી અને તે પણ નથી ખબર કે કઈ ફેમિલી કોર્ટે તેને પાસ કરી છે. વકીલે કોર્ટ પાસેથી માગણી કરી છે કે, રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને આ કેસ ડિસ્પેન્સ કરવાનો નિર્દેશ આપવામાં આવે. તે અંગે કોર્ટે રણધીર અને રીમા પાસેથી એફિડેવિટ લેતા વિશ્વાસ અપાવ્યો છે કે પ્રોપર્ટી તેમના નામે થઈ જશે.