એક્ટર હોસ્પિટલમાં દાખલ:રણદીપ હૂડાના ઘૂંટણની સર્જરી થઇ, ‘રાધે’ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે ઘવાયો હતો

એક વર્ષ પહેલા

થોડા દિવસો પહેલાં રણદીપ હૂડાના પગના ઘૂંટણની સર્જરી થઇ છે. તેના પિતા રણબીર હૂડાએ આ વાત જણાવી છે. બુધવારે સવારે રણદીપ કેડી હોસ્પિટલ ગયો અને દાખલ થયો હતો. તે જ દિવસે તેણે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો અને તે નેગેટિવ આવ્યો. ત્યારબાદ તેના પગની સર્જરી થઇ. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. 20 ઓગસ્ટે 40 વર્ષના થયેલા એક્ટરને મંગળવાર રાતે પીડામાંથી પસાર થવું પડ્યું હતું.

રાધે ફિલ્મનાં શૂટિંગ વખતે ઈજા થઇ હતી
સલમાન ખાનની રાધે ફિલ્મના શૂટિંગ વખતે રણદીપને આ ઈજા થઇ હતી. ડિસેમ્બરમાં સ્ટંટ સીન વખતે તેના ઘૂંટણમાં ઈજા થતા કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ સીન કોરિયન ટીમે ડિઝાઈન કર્યો હતો અને 18 ટેક પછી તેનો ઘૂંટણ ઘવાયો હતો.

રણદીપના પિતા રણબીર હૂડા ડોક્ટર છે. તેઓ હોસ્પિટલમાં તેના દીકરા સાથે જ રહ્યા હતા. રણબીરે જણાવ્યું કે, હવે તે સાજો થઇ રહ્યો છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં તેને ઘરે લઇ જઈશું. ઘણા સમય પહેલાં ઘૂંટણ ઘવાયો હતો પણ હાલ તેનું દર્દ અસહ્ય થતા સર્જરી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...