એક્ટર હોસ્પિટલાઇઝ્ડ:'ઇન્સ્પેક્ટર અવિનાશ'ના શૂટિંગ દરમિયાન રણદીપ હુડ્ડાને ઈજા થઈ, કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરવામાં આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ છે. ગયા મહિને 'ઇન્સ્પેક્ટર અવિનાશ'ના સેટ પર એક સીનના શૂટિંગ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ હતી. પહેલી માર્ચે રણદીપને હોસ્પિટલમાં દાખલ થયો હતો અને પછી ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી.

ગયા વર્ષે પણ સર્જરી થઈ હતી
મીડિયાને ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોથી ખબર પડી કે સેટ પર એક સીનના શૂટિંગ દરમિયાન ઘૂંટણમાં વાગ્યું હતું. સારવાર માટે તે 1 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયો હતો. હજી સુધી રણદીપે ઈજા તથા સર્જરી અંગે સો.મીડિયામાં કોઈ પણ વાત કરી નથી. આ પહેલાં 2020માં રણદીપે સર્જરી કરાવી હતી. તે સમયે પગમાં ઓપરેશન થયું હતું. ત્યારે પણ તે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

'રાધે'ના શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી
રણદીપને તે ઈજા અચાનક થઈ નહોતી. તેણે 'રાધે'ના શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. સ્ટંટ સીન દરમિયાન પગમાં વાગ્યું હતું અને પછી તે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયો હતો. આ સ્ટંટ કોરિયન ટીમે ડિઝાઇન કર્યો હતો. 18 ટેક બાદ પગમાં ઈજા થઈ હતી અને પછી સર્જરી કરાવી હતી. હોસ્પિટલમાં રણદીપના પિતા રણબીર સતત સાથે રહ્યાં હતાં. રણદીપના પિતા ડૉક્ટર છે.

પ્લેટ અને સ્ક્રૂ નાખવામાં આવ્યા છે
રણદીપે થોડાં વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડૉક્ટર ચેતન તેનું ઘણાં વર્ષોથી ધ્યાન રાખે છે, કારણ કે તે ઘણાં વર્ષોથી પોતાની જાતને ઘણું જ દર્દ આપે છે. તેને જમણા પગમાં 12 વર્ષ પહેલાં ઈજા થઈ હતી. તે સમયે પોલો મેચ દરમિયાન તે ઘોડા પરથી પડી ગયો હતો. પછી ઘોડો તેના પગમાં પડ્યો હતો. તેના પગના નીચેના હિસ્સો ઘણી જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઓપરેશનમાં પ્લેટ તથા સ્ક્રૂ નાખવામાં આવ્યા હતા. જોકે, આ પગમાંથી કાઢી નાખવાના હતા, પરંતુ ક્યારેક પૈસા નહોતા તો ક્યારેક સમય નહોતો. આથી જ તે હજી સુધી કાઢવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...