બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'તું જુઠ્ઠી મે મક્કાર' ના પ્રમોશનમાં વ્યસ્ત છે, પ્રમોશન દરમિયાન રણબીર કપૂર કોમેડિયન કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો. વાતચીત દરમિયાન રણબીરે જણાવ્યું હતું કે, એકવાર જ્યારે તેણે ક્લાસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તો પ્રિન્સિપાલે તેને થપ્પડ મારી દીધી હતી.
શોના પ્રોમોમાં કપિલ રણબીરને પૂછે છે કે, 'જેમ ફિલ્મમાં મુખ્ય કલાકારો એકબીજા સાથે ખોટું બોલે છે, શું તમારી સાથે વાસ્તવિક જીવનમાં ક્યારેય એવું બન્યું છે કે તમે ખોટું બોલ્યા હોય?'
જ્યારે રણબીરને આચાર્યએ માર્યો હતો
રણબીરે તેના સ્કૂલના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, 'જ્યારે હું સ્કૂલના બોરિંગ પીરિયડથી પરેશાન થઈને ક્લાસમાંથી છૂપાઈને જતો હતો ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે મને પકડી લીધો હતો અને તેણે મારા કાન ખેંચીને મને ઘણી થપ્પડ મારી હતી. તે મને થપ્પડ મારીને કોરિડોરમાં લઈ ગયા હતા મને માર્યા બાદ તેમણે મને પૂછ્યું હતું કે, 'તમે શું કરી રહ્યા હતા?'
રણબીરને રોકતા કપિલે પૂછ્યું હતું કે, 'થપ્પડ મારતા પહેલા આ પૂછવું જોઈતું હતું ને?' આરકેની આ સ્ટોરી સાંભળીને શોમાં બેઠેલા દર્શકો હસવા લાગે છે.
8 માર્ચના રોજ રિલીઝ થશે ફિલ્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, લવ રંજન દ્વારા નિર્દેશિત રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 'તું જુઠ્ઠી મે મક્કાર' 8 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.