બોલિવૂડમાં હાલમાં રણબીર આલિયાના લગ્નની ચર્ચા થઈ રહી છે. બંનેના પરિવાર જોરશોરથી વેડિંગની તૈયારીઓ કરી રહ્યા છે. વેડિંગ વેન્યૂ, ગેસ્ટ લિસ્ટ તથા અન્ય માહિતી સો.મીડિયામાં વાઇરલ થઈ છે. લગ્નની ચર્ચા વચ્ચે એક નવી જ વાત સામે આવી છે, જેમાં જૂતા ચોરી કરનાર સાળીને રણબીર મસમોટી રકમ આપવાનો છે.
આલિયાની ગર્લગેંગને કેટલા રૂપિયા આપશે?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની ગર્લ ગેંગ લગ્નમાં રણબીરના જૂતાં ચોરશે. રણબીર કપૂર જૂતાં ચોરનાર સાળીઓને એક લાખ રૂપિયા આપશે.
અલગથી સંગીત સેરેમની યોજાશે નહીં
રણબીર-આલિયાના નિકટના મિત્રોએ દાવો કર્યો છે કે પ્રી વેડિંગ ફંક્શનમાં અલગથી સંગીત સેરેમની યોજવામાં આવશે નહીં, પરંતુ મહેંદી સેરેમનીની સાથે જ ડાન્સ ફંક્શન યોજાશે.
સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ રાખ્યા નથી
અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર-આલિયાએ સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ તથા ફોટોગ્રાફર્સને હાયર કર્યા નથી. જેમને સેલિબ્રિટી વેડિંગનો અનુભવ નથી, તેમને જ હાયર કરવામાં આવ્યા છે. મંડપ માટે ફીમેલ સેટ ડિઝાઇનરને ઓન બોર્ડ લેવામાં આવી છે.
રિશી કપૂર માટે સ્પેશિયલ પૂજા
રણબીર પોતાના સ્વર્ગીય પિતા રિશી કપૂર માટે સ્પેશિયલ પૂજા કરશે. તે આલિયા સાથે મળીને આ પૂજા વિધિ કરશે. ઉલ્લેખનીય છે કે 2020માં 30 એપ્રિલે રિશી કપૂરનું અવસાન થયું હતું. આ પૂજા બાદ જ વેડિંગ ફંક્શન શરૂ થશે. પૂજા ચેમ્બુર સ્થિત RK હાઉસમાં કરવામાં આવશે.
આલિયા-રણબીર લગ્નમાં સાત વચનોની આપ-લે નહીં કરે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પરંપરાગત સાત વચનોની આપ-લે લગ્ન દરમિયાન કરશે નહીં. તેમણે એકબીજા માટે સ્પેશિયલ વચનો લખીને રાખ્યા છે અને તેઓ લગ્નમાં આ વચનો એકબીજાને આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.