રણબીર કપૂરને લગ્નને માંડ ત્રણ દિવસ થયા છે. રણબીર કપૂરે ગુરુવાર, 14 એપ્રિલના રોજ પોતાના ઘરમાં જ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રીજા દિવસથી રણબીર કપૂર કામે ચઢી ગયો છે. તે ટી સિરીઝની ઓફિસની બહાર જોવા મળ્યો હતો.
અંધેરીમાં જોવા મળ્યો
રણબીર કપૂર મુંબઈના અંધેરીમાં આવેલી ટી સિરીઝની બિલ્ડિંગ બહાર જોવા મળ્યો હતો. રણબીર બ્લૂ શર્ટ તથા બેઝ રંગના પેન્ટમાં હતો. તેણે બ્લેક કેપ તથા માસ્ક પહેર્યો હતો. રણબીર કપૂર કારમાંથી ઉતર્યો એટલે ફોટોગ્રાફર્સે તેના નામની બૂમો પાડી હતી. ફોટોગ્રાફર્સે રણબીરને શાદી મુબારક કહ્યું હતું. જોકે, રણબીર કપૂરે કોઈ જવાબ આપ્યો નહોતો અને સીધો જ બિલ્ડિંગમાં જતો રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે એક્ટરના કામ પ્રત્યેના ડેડીકેશનના વખાણ કર્યાં હતાં તો કેટલાંક યુઝર્સને નવાઈ લાગી હતી.
આવતા અઠવાડિયે મનાલી જશે
રણબીર કપૂર 22 એપ્રિલના રોજ ફિલ્મ 'એનિમલ'ના શૂટિંગ માટે મનાલી જશે. અહીંયા બે દિવસનું શૂટિંગ કરશે. ત્યારબાદ મુંબઈ સાત દિવસનું શિડ્યૂઅલ છે. તો બીજુ બાજુ આલિયા ભટ્ટ આવતા મહિને એટલે કે મે મહિનામાં 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'ના શૂટિંગ માટે સ્વિટ્ઝરલેન્ડ જશે.
ચાર વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યાં
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ચાર વર્ષના ડેટિંગ બાદ પરિવાર ને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં રણબીર કપૂરની કઝિન બહેનો, ભાઈઓ આવ્યા હતા. આલિયાના પેરેન્ટ્સ બહેનો તથા ભાઈ આવ્યો હતો. ફિલ્મ મેકર્સ કરન જોહર તથા અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.