વાઇરલ વીડિયો:રણબીર કપૂર પ્રોડ્યૂસર કરન જોહરની ઓફિસ આગળ જોવા મળ્યો, આંખો જોતાં જ યુઝર્સે કહ્યું- 'દારૂ પીને આવ્યો છે કે શું?'

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂરે ભલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હોય અને તે પિતા પણ બનવાનો છે. આજે પણ અનેક યુવતીઓને રણબીર માટે ક્રશ છે. રણબીર સો.મીડિયામાં ના હોવા છતાંય લોકપ્રિય છે. હાલમાં જ રણબીર કપૂર ધર્મા પ્રોડક્શનની ઓફિસ આગળ જોવા મળ્યો હતો. જોકે, રણબીર ફરી એકવાર પોતાના લુકને કારણે ટ્રોલ થયો હતો.

રણબીરનો કૂલ અંદાજ
રણબીર કપૂર ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરની ઓફિસની બહાર જોવા મળ્યો હતો. રણબીર કપૂરે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે. જોકે, વીડિયો વાઇરલ થતાં યુઝર્સને રણબીરનો લુક સહેજ પણ પસંદ આવ્યો નહોતો.

યુઝર્સે કહ્યું, દારૂ પીને આવ્યો છે
રણબીર કપૂરને જોતાં જ યુઝર્સે તેના વિશે બેફામ કમેન્ટ્સ કરી હતી. મોટાભાગના યુઝરે કહ્યું હતું કે રણબીર કપૂર દારૂ પીને આવ્યો છે. એક યુઝરે કહ્યું હતું કે તે હંમેશાં પીધેલી હાલતમાં જ કેમ હોય છે? અન્ય એકે કહ્યું હતું કે રણબીર ઘણો જ થાકેલો લાગે છે. ત્રીજાએ કમેન્ટ કરી હતી કે તે થાકેલો નહીં, પરંતુ નશાખોર છે. બીજા એમ કહ્યું હતું કે હવે રણબીર ઘરડો લાગે છે.

આલિયા ભટ્ટને લેવા ગયો ત્યારે પણ ટ્રોલ થયો હતો
થોડાં સમય પહેલાં જ રણબીર પત્ની આલિયાને લેવા એરપોર્ટ આવ્યો હતો. આ સમયે રણબીર કપૂર ચેકર્ડ શર્ટ તથા જીન્સ પહેરીને આવ્યો હતો. આલિયા આવી તે પહેલાં રણબીર પોતાના ફોનમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેના વાળ વિખરાયેલા હતા અને આંખો લાલ હતી. આટલું જ નહીં રણબીરે પગમાં શૂઝ કે ચંપલ પણ પહેર્યા નહોતા. તેના પગ ઉઘાડા હતા. આ જોઈને યુઝર્સે રણબીર કપૂરને નશેડી, ચરસી કહ્યો હતો.

'શમશેરા' બોક્સ ઓફિસ પર ફ્લોપ
હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળ્યો હતો.

હવે આ ફિલ્મમાં જોવા મળશે
રણબીરની 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય જેવા કલાકારો છે. રણબીર 'એનિમલ'માં રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ સાથે કામ કરી રહ્યો છે. લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર તથા રણબીર કપૂર છે.