ચાહકોનો ક્રેઝ:વિશાખાપટ્ટનમમાં રણબીર કપૂરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ફૂલોનો હાર પહેરાવવા માટે ક્રેન બોલાવવી પડી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણબીર કપૂરે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન શરૂ કર્યું

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન શરૂ કરી દીધું છે. પ્રમોશનનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જી સાથે વિશાખાપટ્ટનમ ગયો છે. અહીંયા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર ફૂલોની વર્ષા
રણબીર કપૂર વિશાખાપટ્ટનમના એરપોર્ટ પર આવ્યો ત્યારે તેની પર ગુલાબની પાંખડીઓ ઉડાવવામાં આવી હતી. ચાહકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

રણબીરને ફૂલોનો હાર પહેરાવવા ક્રેન બોલાવવી પડી
વાઇરલ વીડિયોમાં રણબીર કપૂર સનરુફ કારમાં ચાહકો ને મીડિયાને મળ્યો હતો. ચાહકોએ સ્વાગત માટે ભારેખમ ફૂલોનો હાર તૈયાર કર્યો હતો. આ હાર ક્રેનની મદદથી પહેરાવવામાં આવ્યો હતો. રણબીર વ્હાઇટ કુર્તા પાયજામામાં જોવા મળે છે.

મંદિરે દર્શન કર્યા
રણબીરે ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી તથા સાઉથના ડિરેક્ટર એસ એસ રાજમૌલિ સાથે મંદિરમાં દર્શન કર્યા હતા.

9 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 'બ્રહ્માસ્ત્ર'નો પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બની છે. ફિલ્મ હિંદી, તમિ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા તથા રણબીર પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન પણ છે. વોલ્ટ ડિઝની સ્ટૂડિયો મોશન પિક્ચર્સ આ ફિલ્મને અમેરિકા તથા કેનેડામાં રિલીઝ કરશે.