તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું તમને ખબર છે:ફિલ્મ 'ડેલી બેલી' માટે રણબીર કપૂર આમિર ખાનની પહેલી પસંદ હતો, એક્ટરે ફિલ્મ ઠુકરાવી દેતા ઈમરાન ખાનને આ ફિલ્મ મળી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમાં ઘણા અપશબ્દો અને ગાળો હોવાથી રણબીર કપૂરે આ ફિલ્મ કરવાની ના પાડી હતી.

વર્ષ 2011માં રિલીઝ થયેલી 'ડેલી બેલી' જબરદસ્ત હિટ સાબિત થઈ હતી, જો કે ડાયરેક્ટર અભિનય દેઓલના અનુસાર આ ફિલ્મ માટે રણબીર કપૂર જ પ્રોડ્યુસર આમિર ખાનની પહેલી પસંદ હતો. પરંતુ રણબીરે કોઈ કારણોસર ફિલ્મ કરવાની ના પાડી દીધી અને આમિરે તેના ભાણીયા ઈમરાનને આ ફિલ્મમાં કાસ્ટ કરી લીધો હતો.

ઈમરાન ખાન નારાજ થઈ ગયો હતો
ઈમરાન ખાન, બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનો ભાણીયો છે, પરંતુ તેમ છતાં આમિરે આ ફિલ્મમાં રણબીર કપૂરને પસંદ કર્યો હતો. આ વાત જાણીને ઈમરાન ખાન ઘણો દુઃખી થયો હતો કે તેના મામાએ ફિલ્મ માટે તેને પહેલી પ્રાયોરિટી ન આપી. આ ત્યારે થયું જ્યારે રણબીરે ફિલ્મ કરવાની ના પાડી દીધી.

શું રણબીર કપૂરે આમિરની ફિલ્મ ઠુકરાવી દીધી હતી
રણબીરે ફિલ્મ ઠુકરાવવા પાછળનું કારણ જણાવતા આ ફિલ્મના ડાયરેક્ટર અભિનય દેઓલને જણાવ્યું હતું, મેં એટલું વિચાર્યું કે આ ફિલ્મના પ્રીમિયરમાં મારા પેરેન્ટ્સની સાથે આ ફિલ્મ જોવામાં મને કેટલી શરમ આવશે. તેથી મેં ના પાડી દીધી. આ ફિલ્મમાં ઘણા અપશબ્દો હતા, જેમાં ગાળો પણ છે. ફિલ્મનું ગીત ભાગ ડીકે બોઝ પણ ગાળ હોય તેવું લાગતું હોવાથી વિવાદમાં ફસાઈ ગયું હતું. જ્યારે આમિર પોતે આવા શબ્દો અને ડાયલોગથી પોતાને દૂર રાખે છે.

જુલાઈ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈમરાન ખાન સિવાય વિર દાસ, કૃણાલ રોય કપૂર, શહનાઝ ટ્રેઝરીવાલા અને વિજય રાજ પણ મુખ્ય ભૂમિકામાં હતો.