તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિશી કપૂરની પ્રાર્થના સભા:રણબીર કપૂર-રિદ્ધિમાએ શ્રદ્ધાંજલિ પાઠવી, આલિયા ભટ્ટ-કરિશ્મા કપૂર હાજર રહ્યાં

મુંબઈ10 મહિનો પહેલા

રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. 12 મેના રોજ રિશી કપૂરના નિધનને 13 દિવસ પૂરા થતા હતાં. તેરમા પર પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થના સભાની તસવીર રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. 

તસવીર શૅર કરીને આ વાત કહી
રિદ્ધિમાએ બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે પિતાની તસવીર આગળ બેઠી હતી અને તસવીરને કેપ્શન આપ્યું હતું કે પાપા તમને હંમેશાં અમે પ્રેમ કરીશું. બીજી તસવીરમાં રણબીર તથા રિદ્ધિમા આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. આ તસવીરને શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે તમારો વારસો હંમેશાં રહેશે. અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. 

View this post on Instagram

Your legacy will live on forever ... We love you 🙏🏻❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 6:18am PDT

View this post on Instagram

Love you always Papa ...

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on May 12, 2020 at 5:24am PDT

પ્રાર્થના સભામાં આ સેલેબ્સ જોવા મળ્યા
રિશી કપૂરની પ્રાર્થના સભામાં આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન-નવ્યા નવેલી નંદા, રણધીર કપૂર-બબિતા, અરમાન જૈન-અનિસા મલ્હોત્રા, રિમા જૈન તથા આદર જૈન આવ્યા હતાં. 

30 એપ્રિલના રોજ નિધન થયું હતું
રિશી કપૂરે 30 એપ્રિલના રોજ એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ બે વર્ષથી લ્યૂકેમિયાના કેન્સરથી પીડાતા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે હોસ્પિટલની નજીક આવેલા ચંદનવાડી સ્મશાનમાં 25 લોકોની હાજરીમાં કરવામાં આવ્યા હતાં. દીકરી રિદ્ધિમા અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહોતી. રિદ્ધિમા દિલ્હી રહેતી હતી અને લૉકડાઉનને કારણે તે કારમાં દિલ્હીથી મુંબઈ આવી હતી. તે પિતાના નિધનના બે દિવસ બાદ એટલે કે બીજી મેએ રાત્રે મુંબઈ આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો