તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:રણબીર કપૂર સાજો થયો ને આલિયા ભટ્ટનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈ16 દિવસ પહેલા

આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તે ઘરમાં આઈસોલેટ છે. આલિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

રાત્રે પોસ્ટ શૅર કરી
આલિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, મારો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તાત્કાલિક ઘરમાં જ આઈસોલેટ થઈ છું. હું તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. ડૉક્ટર્સની સલાહ પ્રમાણે સાવચેતી રાખું છું. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો અને કાળજી રાખો.'

સો. મીડિયામાં આલિયા ભટ્ટની પોસ્ટ.
સો. મીડિયામાં આલિયા ભટ્ટની પોસ્ટ.

હાલમાં જ રણબીર કપૂર પોઝિટિવ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે આલિયાનો બોયફ્રેન્ડ રણબીર કપૂરનો ગયા મહિને કોરોનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જ રણબીરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તે ફ્રેન્ડ્સને મળવા પણ ગયો હતો.

રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રણબીર કપૂર પહેલી જ વાર ક્લિક થયો હતો.
રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રણબીર કપૂર પહેલી જ વાર ક્લિક થયો હતો.

'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત
આલિયા ભટ્ટ હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ 30 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત આલિયા પહેલી જ વાર પ્રેમી રણબીર કપૂર સાથે 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા રોની રોય છે. આ ફિલ્મ અયાન મુખર્જીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જોકે આ ફિલ્મની રિલીઝમાં ઘણું જ મોડું થઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ તથા પોસ્ટ પ્રોડક્શનનું કામ હજી બાકી છે.

ફાતિમા સના શેખે હેલ્થ અપડેટ આપી

ફાતિમાની સો.મીડિયા પોસ્ટ
ફાતિમાની સો.મીડિયા પોસ્ટ

ફાતિમાએ 29 માર્ચના રોજ પોતાને કોરોના થયો હોવાની જાહેરાત કરી હતી. તે હાલમાં ઘરમાં જ છે. હાલમાં ફાતિમાએ હેલ્થ અંગે અપડેટ આપતી એક પોસ્ટ શૅર કરી હતી. આ તસવીરમાં ફાતિમા પલંગ પર છે અને ઘણી જ ઉદાસ જોવા મળે છે. તેણે કહ્યું હતું કે તેનામાં સૂંઘવાની તથા સ્વાદની ક્ષમતા નથી. તેના શરીરમાં ભયાનક દુખાવો થાય છે.

આ સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવ્યાં
હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યારસુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી, આર. માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો