તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:જૂનથી ફ્લોર પર જશે રણબીર કપૂર- પરિણીતી ચોપરાની 'એનિમલ', ફિલ્મમાં પુનર્જન્મનો પ્લોટ નથી

એક મહિનો પહેલા

'કબીર સિંહ' ફેમ ડિરેક્ટર સંદીપ રેડી વાંગા 'એનિમલ' ફિલ્મ લઈને આવી રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલાં તેનું ટીઝર રિલીઝ થયું હતું. હવે સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે આ ફિલ્મ આ વર્ષે જૂનથી શરૂ થઇ જશે. તે એટલા માટે કે ત્યાં સુધી તે લવ રંજનની ફિલ્મ પૂરી કરી શકશે. ફિલ્મના ડાયલોગ લખી રહેલા સિદ્ધાર્થ ગરિમાએ આ વાતની પુષ્ટિ કરી છે. ટીઝરમાં રણબીર કપૂરના ડાયલોગથી લાગી રહ્યું હતું કે તેમાં પુનર્જન્મનો પ્લોટ પણ હશે, પરંતુ એવું નથી. આ પણ કન્ફર્મ થઇ ગયું છે.

સંદીપે ઈમોશનલ સ્ટોરી બનાવી
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ડાયલોગ રાઇટર્સે જણાવ્યું, સંદીપ રેડ્ડી વાંગા સાથે અમે 'કબીર સિંહ' પણ કરી હતી. તે લાર્જર ધેન લાઈફ ફિલ્મ જ વિચારે છે. 'એનિમલ' પણ એવી જ છે. સંદીપે આને ક્રાઇમ ડ્રામા જોનર નામ આપ્યું છે. તેમાં ફેમિલી પણ ઇન્વોલ્વ છે. દીકરો પોતાના પિતાને કહી રહ્યો છે કે તે આવતો જન્મ લેશે, તેમાં તે પિતા બને. પછી તે દીકરાને કેમ પ્રેમ કરાય તે પોતાના પિતાને શીખવશે. સંદીપે આ રીતે આને ઘણું ઈમોશનલ બનાવ્યું છે.

ટાઇટલનું સસ્પેન્સ અકબંધ
રાઇટર જણાવે છે- આનું ટાઇટલ એનિમલ જ કેમ રાખવામાં આવ્યું, તે મારો પણ સવાલ છે. આ તો સંદીપ જ જણાવી શકે છે. આ રાઝનો ખુલાસો ત્યારે થશે, જ્યારે તેમની સ્ટોરી પૂરી થશે. રહ્યો સવાલ ટીઝરથી લગતા આ પહેલુંનો કે દીકરાના રોલનો પુનર્જન્મ છે, તે તો નથી. અહીંયા દીકરાનો તેના પિતા માટે જે લિમિટલેસ પ્રેમ છે, તેને દેખાડવામાં આવ્યું છે.

નવા અંદાજમાં દેખાશે બાપ દીકરાનો પ્રેમ
સિદ્ધાર્થ અને ગરિમા કહે છે કે 'શક્તિ' કે પછી 'શરાબી'માં અમિતાભ બચ્ચનનો દિલીપ કુમાર અથવા પછી પ્રાણ સાથે જે બાપ દીકરાનો ક્લેશ હતી, તેનાથી અલગ સ્ટોરી છે. અહીંયા બાપ દીકરા વચ્ચે કોઈ દુશમની નથી. ડિરેક્ટર સંદીપનું અહીંયા પ્રોગ્રેશન છે. પહેલી ફિલ્મ 'કબીર સિંહ' કપલના રોમાન્સની સ્ટોરી હતી. અહીંયા બાપ દીકરાના પ્રેમની સ્ટોરી છે.

હજુ રણબીર અને પરિણીતીના રીડિંગ સેશન કે મીટિંગ નથી થઇ. રાઇટિંગ પૂરું થયા બાદ ફેબ્રુઆરી એન્ડમાં બધા રીડિંગ સેશનમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો