એક્ટરનો ડાયટ પ્લાન:રણબીર કપૂરે છેલ્લા દોઢ વર્ષથી રોટલી ખાધી નથી, ટ્રેનરે ફિટનેસનાં રહસ્યો ખોલ્યા

મુંબઈ3 મહિનો પહેલા

હાલમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બંને 20 એપ્રિલ પહેલાં લગ્નના તાંતણે બંધાઈ જશે. રણબીર કપૂરની સ્ટાઇલ, પર્સનાલિટી તથા લુક પાછળ ચાહકો ક્રેઝી છે. રણબીર ફિટનેસ કોચ શિવોહમ (દીપેશ ભટ્ટ) પાસેથી ટ્રેનિંગ લે છે. તાજેતરમાં જ શિવોહમે મીડિયા સાથેની રણબીરની ફિટનેસ અંગે વાત કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં શિવોહમે કહ્યું હતું, 'હું છેલ્લા દોઢ વર્ષથી રણબીરને ટ્રેનિંગ આપું છું. અત્યારે તે મેઇટેનન્સ પર છે, એટલે કે તે કોઈપણ પ્રોજેક્ટની તૈયારી કરતો નથી, પરંતુ પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ તથા ડાયટ કરે છે. 'બ્રહ્માસ્ત્ર' માટે મેં જ રણબીરને ફિટનેસ ટ્રેનિંગ આપી હતી.'

દોઢ વર્ષથી રોટલી ખાધી નથી
શિવોહમે કહ્યું હતું, 'રણબીર ડાયટ અંગે ઘણો જ સ્ટ્રિક્ટ છે. અનેક લોકો એમ વિચારતા હોય છે કે કપૂર ખાનદાનનો હોવાથી તે લૅવિશ ભોજન લેતો હશે, પરંતુ આવું બિલકુલ નથી. રણબીર હંમેશાં સાદું ભોજન જમે છે. તેને ગળ્યું, તળેલું તથા બહારનું ભોજન ભાવતું નથી. તે ચીટ ડેના દિવસે પણ માત્ર બર્ગર ખાય છે.'

તેણે વધુમાં કહ્યું હતું, 'રણબીર ડાયટ અંગે ઘણો જ સિરિયસ છે. તે લો કાર્બ ડાયટ લે છે. સવારે બ્રેકફાસ્ટમાં એગ્સ, પ્રોટીન શેક તથા બ્રાઉન બ્રેડ લે છે. લંચમાં બ્રાઉન રાઇસ, ચિકન, દાળ તથા લીલી શાકભાજી જમે છે. સ્નેક્સમાં ડ્રાયફ્રૂટ્સ તથા પ્રોટીન શેક લે છે. ડિનર બહુ જ હળવું લે છે.'

રોટલી ભાવતી નથી
ફિટનેસ કોચે આગળ કહ્યું હતુ્ં, 'રણબીરને રોટલી ભાવતી નથી અને તે ડાયટમાં પણ ક્યારેય રોટલી લેતો નથી. છેલ્લા દોઢ વર્ષથી મેં ક્યારેય જોયું નથી કે રણબીરે રોટલી ખાધી હોય. તે રોટલીને બદલે બ્રાઉન રાઇસ, ટોસ્ટ તથા બિરયાની ખાવાનું પસંદ કરે છે. સપ્લિમેન્ટની વાત કરીએ તો તે વ્હે પ્રોટીન, ગ્લૂટામાઇન તથા મલ્ટીવિટામિન લે છે.

રણબીરનું વર્કઆઉટ
શિવોહમે આગળ કહ્યું હતું, 'રણબીર સમયનો ઘણો જ ચુસ્ત છે. છેલ્લા દોઢ વર્ષમાં જરૂરી કામ આવી જતાં એક્ટરે માત્ર 2-3 દિવસ જ વર્કઆઉટ કર્યું નથી. રણબીર નિયમિત રીતે રોજ એક્સર્સાઇઝ કરે છે. તે હેવી લિફ્ટ કરે છે. સમયની સાથે સાથે રણબીરની સ્ટ્રેન્થમાં ખાસ્સો વધારો થયો છે. ટ્રેનિંગની વાત કરીએ તો રણબીરને સ્ટ્રેન્થ ટ્રેનિંગ તથા ફંક્શનલ ટ્રેનિંગ ગમે છે. રણબીર છ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે અને ક્યારેક ફંક્શનલ ટ્રેનિંગ પણ કરે છે. અઠવાડિયામાં એક દિવસ રેસ્ટ કરે છે. રણબીર પૂરતી ઊંઘ લે છે, ક્લીન ડાયટ, વર્કઆઉટ, બૉડી હાઇડ્રેશન જ તેની ફિટનેસનું સિક્રેટ છે.'

કોણ છે શિવોહમ?
શિવોહમ સેલિબ્રિટી ટ્રેનર છે. તેણે અર્જુન કપૂર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા, આમિર ખાનને ટ્રેનિંગ આપી છે. ફિલ્મ 'કલ હો ના હો'માં શિવોહમે DJ બેની દયાલનો રોલ પ્લે કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રગલના દિવસોમાં દીપેશે હોટલમાં વાસણો પણ સાફ કર્યા હતા અને ઘણીવાર કચરા-પોતા પણ કર્યા હતા.