વાઇરલ વીડિયો:સ્પેનના રસ્તા પર રણબીર કપૂરે શ્રદ્ધા કપૂર સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો, કિસ પણ કરી હોવાની ચર્ચા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર હાલમાં સ્પેનમાં લવ રંજનની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. હાલમાં જ સેટ પરનો એક વીડિયો વાઇરલ થયો છે.

શું છે વીડિયોમાં?
વાઇરલ વીડિયોમાં રણબીર કપૂર સ્પેનના રસ્તા પર શ્રદ્ધા કપૂરને ઘૂંટણીયે બેસીને પ્રપોઝ કરે છે અને ત્યારબાદ કિસ કરે છે. રણબીર તથા શ્રદ્ધા કપૂર ફિલ્મના રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરતાં હોવાનું માનવામાં આવે છે.

આ પહેલાં પણ સેટ પરની તસવીર-વીડિયો વાઇરલ થયા હતા

લવ રંજનની આ ફિલ્મ આવતા વર્ષે 8 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. ચાહકો આ બંનેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર', 'એનિમલ' તથા 'શમશેરા'માં જોવા મળશે. 'શમશેરા' 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે, જ્યારે 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય તથા નાગાર્જુન છે. શ્રદ્ધા કપૂર છેલ્લે 2020માં આવેલી ફિલ્મ 'બાગી 3'માં જોવા મળી હતી.

હાલમાં જ લગ્ન અંગે વાત કરી હતી
ઉલ્લેખનીય છે કે રણબીરે 14 એપ્રિલે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડાં દિવસ બાદ જ બંનેએ શૂટિંગ શરૂ કરી દીધું હતું. થોડાં સમય પહેલાં જ રણબીરે લગ્ન બાદ જીવન કેટલું બદલાયું તે અંગે વાત કરી હતી. એક્ટરે કહ્યું હતું કે તે અને આલિયા છેલ્લાં પાંચ વર્ષથી સાથે રહ્યા અને પછી તેમણે લગ્ન કર્યા હતા. તેમના જીવનમાં એવો કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. આ ઉપરાંત તેમને એ વાતનો હજી અહેસાસ જ નથી થયો કે તેઓ હવે પરિણીત છે.

વેકેશન પર જવાનું વિચારે છે
રણબીરે કપૂરે કહ્યું હતું કે તેમણે પાંચ વર્ષ સાથે રહ્યા બાદ લગ્ન કરવાનું વિચાર્યું હતું. તેમણે લગ્ન કર્યા, પરંતુ તેમના કેટલાંક કમિટમેન્ટ્સ હતા. લગ્નના થોડાં દિવસ બાદ જ બંને પોત-પોતાનું કામ કરવા લાગ્યા છે. આલિયા ભટ્ટ તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ અને તે મનાલી જતો રહ્યો. હવે આલિયા જ્યારે લંડનથી પરત ફરશે ત્યારે તેની ફિલ્મ 'શમશેરા' રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ બાદ તે એક અઠવાડિયાની રજા લેવાનું વિચારે છે અને બંને ક્યાંક ફરવા જશે.