તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિશીની ફર્સ્ટ ડેથ એનિવર્સરી:રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા સાથે મમ્મી નીતુ સિંહના ઘરે આવ્યો, ફોટોગ્રાફર્સને જોઈ ગુસ્સામાં બોલ્યો- તમે લોકો આ ખોટું કરી રહ્યાં છો

મુંબઈ6 દિવસ પહેલા
  • નીતુ સિંહે ઓનલાઈન હવનનું આયોજન કર્યું
  • નીતુ સિંહ તથા રિદ્ધિમાએ સો.મીડિયામાં ઈમોશનલ પોસ્ટ શૅર કરી

30 એપ્રિલના રોજ રિશી કપૂરની ફર્સ્ટ ડેથ એનિવર્સરી છે. રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે મમ્મી નીતુ સિંહના ઘરે આવ્યો હતો. આલિયા તથા રણબીર એક જ કારમાં આવ્યા હતા. જોકે, ઘરની બહાર રણબીર કપૂર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયો હતો.

કેમ ગુસ્સે થયો રણબીર?
રણબીર તથા આલિયા કારમાંથી બહાર આવ્યા ત્યારે ફોટોગ્રાફર્સનું ટોળું જમા થઈ ગયું હતું અને તેઓ રણબીર-આલિયાની એકદમ નજીક આવી ગયા હતા. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યુ નહોતુ. આ વાત પર રણબીર ગુસ્સે થઈ ગયો હતો. તેણે ફોટોગ્રાફર્સને કહ્યું હતું, ‘તમે લોકો ખોટું કરી રહ્યાં છો.’ રણબીરની વાત સાંભળીને કેટલાંક ફોટોગ્રાફર્સે એક્ટરની માફી પણ માગી હતી.

નીતુ સિંહે ઓનલાઈન પૂજાનું આયોજન કર્યું
રિશી કપૂરની બહેન રીમા જૈને કહ્યું હતું કે નીતુએ ઓનલાઈન હવન પૂજાનું આયોજન કર્યું છે. આ પૂજામાં નીતુ તથા રણબીર બેસશે. જ્યારે બાકીના પરિવારના સભ્યો ઝૂમ દ્વારા તેમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રિશી કપૂરનું કેન્સરને કારણે નિધન થયું હતું. નીતુ સિંહ તથા રિદ્ધિમાએ સો.મીડિયામા રિશી કપૂરને યાદ કરીને પોસ્ટ શૅર કરી હતી.

શું કહ્યું નીતુ સિંહ?

નીતુ સિંહની સો.મીડિયા પોસ્ટ
નીતુ સિંહની સો.મીડિયા પોસ્ટ

નીતુ સિંહે સો.મીડિયામાં રિશી કપૂરની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી. આ સાથે જ કહ્યું હતું, ગયું વર્ષ આખી દુનિયા માટે દુઃખ તથા શોકગ્રસ્ત રહ્યું, પરંતુ અમારા માટે આ આનાથી પણ વધારે ખરાબ હતું, કારણ કે અમે તેમને ગુમાવી દીધા. એક પણ દિવસ એવો નથી કે અમે તેમના વિશે વાત ના કરી હોય. ક્યારેક તેમની જ્ઞાનપૂર્ણ સલાહ તો ક્યારેય તેમના વ્યાખ્યાન. અમે આખું વર્ષ હાસ્ય સાથે પસાર કર્યું, કારણ કે તે હંમેશાં અમારા દિલમાં છે. અમે એ વાતને સ્વીકારી લીધી છે કે તેમના વગર જીવન પહેલાં જેવું નથી રહ્યું. જોકે, જીવન તો ચાલતું રહે છે.

દીકરીએ ઈમોશનલ નોટ શૅર કરી

રિદ્ધિમાની સો.મીડિયા
રિદ્ધિમાની સો.મીડિયા

રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ કહ્યું હતું, કાશ તમે મને વધુ એકવાર મુશ્ક કહીને બોલાવતા, જ્યાં સુધી આપણે બીજી વાર નહીં મળીએ ત્યાં સુધી અમે તમારા વિશે વિચારતા રહીશું. અમે તમારા વિશે વાતો કરીએ છીએ, તમને ક્યારેય ભૂલી શકીશું નહીં અને તમે પણ અમને ક્યારેય ભૂલશો નહીં. અમે હંમેશાં તમને અમારા દિલની નજીક રાખીશું અને તમે ત્યાં જ રહેશો. અમારી સાથે ચાલશો અને અમને રસ્તો બતાવશો. જ્યાં સુધી આપણે બીજીવાર નથી મળતા ત્યાં સુધી આપણે એકબીજાને પ્રેમ કરીશું.

ઉલ્લેખનીય છે કે રણબીર તથા આલિયા છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરે છે. આ વર્ષે બંને કોરોના પોઝિટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આલિયા તથા રણબીર શોર્ટ બ્રેક લઈને માલદિવ્સ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો