વાઇરલ વીડિયો:તો શું રણબીર કપૂર ટાલિયો છે ને વિગ પહેરે છે? યુઝર્સે દાવો કર્યો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો

રણબીર કપૂર બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે. રણબીર કરિયરની શરૂઆતથી જ ફીમેલ ચાહકોનો ક્રશ રહ્યો છે. રણબીર પોતાના લુક્સ ને એક્ટિંગને કારણે લોકપ્રિય છે. જોકે, હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોઈને ફીમેલ ચાહકોને જરૂરથી આંચકો લાગી શકે છે.

રણબીર કપૂરનો વીડિયો વાઇરલ
હાલમાં રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને કારણે ચર્ચામાં છે. રણબીરે ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઓલ બ્લેક રંગના કેઝ્યુઅલ આઉટફિટમાં રણબીર કપૂર હતો. આ લુક ચાહકોને પસંદ આવ્યો હતો. જોકે, તેના વાળ પર ચાહકોએ કમેન્ટ્સ કરી હતી.

યુઝર્સે ટાલિયો હોવાનો દાવો કર્યો
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂરે નવી હેર સ્ટાઇલ કરાવી છે. કેટલાંક યુઝર્સે નવા લુકના વખાણ કર્યા હતા. જોકે, અનેક યુઝર્સે રણબીરની હેર લાઇન પર કમેન્ટ કરી હતી કે એક્ટરે વિગ પહેરી છે.

એક યુઝરે કહ્યું હતું કે આ નવી વિગ કે હેર પેચ છે. એક્ટરની પોતાની હેર લાઇન નથી. અન્ય એકે કહ્યું હતું કે આ રણબીરની નવી વિગ છે. બીજા એક યુઝરે કહ્યું હતું કે આ તો વિગ પહેરે છે. ત્રીજા યુઝરે એવી કમેન્ટ કરી હતી કે તે વિગ છે, રણબીર ટાલિયો છે અને તે યંગ એજથી વિગ પહેરે છે.

સ્પેન ગયો હોવાની શક્યતા
રણબીર કપૂર હાલમાં ડિરેક્ટર લવ રંજનની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર છે. શ્રદ્ધા તથા રણબીર સ્પેનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોવાની શક્યતા છે. રણબીર આ ઉપરાંત 'શમશેરા'માં સંજય દત્ત સાથે જોવા મળશે.