રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ પરિવાર ને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં રણબીર-આલિયાએ પોતાના પૂર્વ પ્રેમી-પ્રેમિકાને ઇન્વાઇટ કર્યા નહોતા. જોકે, દીપિકા, કેટરીના, સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયા-રણબીરને ખાસ ને મોંઘી ગિફ્ટ્સ આપી છે. વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, સિદ્ધાર્થ મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, વરુણ ધવને મોંઘીદાટ ભેટ કપલને આપી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા
'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી આલિયા, વરુણ તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી આલિયા-સિદ્ધાર્થ વચ્ચે પ્રેમસંબંધો બંધાયા હતા. જોકે, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. હાલમાં સિદ્ધાર્થના સંબંધો એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે છે. સિદ્ધાર્થે આલિયાને વર્સાચે બ્રાન્ડનું 3 લાખ રૂપિયાની હેન્ડબેગ આપી હતી.
દીપિકા પાદુકોણ
રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણ વચ્ચે અફેર હતું. દીપિકાએ ચોપર્ડ બ્રાન્ડની ઘડિયાળ ભેટમાં આપી છે. આ ઘડિયાળની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે.
કેટરીના કૈફ
કેટરીના તથા રણબીર દોઢ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યાં હતાં. પ્રિયંકા ચોપરા, કેટરીના તથા આલિયા ફિલ્મ 'જી લે ઝરા'માં સાથે કામ કરી રહ્યા છે. કેટરીનાએ આલિયાને 14.5 લાખ રૂપિયાનું પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું હતું.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા તથા રણબીર કપૂરે 'બરફી', 'અનજાના અનજાની' ફિલ્મમાં સાથે કામ કર્યું છે. પ્રિયંકાએ આલિયાને 9 લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ આપ્યો છે. ફિલ્મના શૂટિંગ સમયે પ્રિયંકા-રણબીર વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી.
વરુણ ધવન
વરુણ ધવન તથા આલિયા ભટ્ટ નાનપણના મિત્રો છે. વરુણે આલિયાને ગુચ્ચીના હાઇ હિલ સેન્ડલ ગિફ્ટમાં આપ્યા છે. આ સેન્ડલની કિંમત અંદાજે ચાર લાખ રૂપિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.