14 એપ્રિલના રોજ આલિયા તથા રણબીરના લગ્ન થયા હતા. ચાર પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતા. કપૂર પરિવાર સૌ પહેલા પિતૃપૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે પંજાબીઓનું નવું વર્ષ પણ છે. આજે વૈશાખી છે. રણબીરની માતા નીતુ સિંહ, આલિયાની માતા સોની તથા બહેન શાહીન વાસ્તુ અપાર્ટમેન્ટમાં પીઠીની વિધિ કરી હતી. પીઠીની વિધિ પૂરી કર્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. બપોરના સમયે મહેમાનો આવવાના ચાલુ થયા હતા. વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થયાં હતાં. આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે.
ચાર પંડિતોએ લગ્ન કરાવ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર પંડિતોએ રણબીર-આલિયાના લગ્ન કરાવ્યા હતાં. ફેરા ફરતાં પહેલાં ગાયત્રી મંત્ર બોલવામાં આવ્યો હતો. લગ્ન બાદ નીતુ સિંહે દીકરા ને વહુની નજર ઉતારી હતી.
રિશી કપૂરની તસવીર પણ છે
લગ્નમાં રિશી કપૂરની મોટો ફોટો લગાવવામાં આવ્યો છે. ફોટો પર ફૂલહાર કરવામાં આવ્યા હતાં.
નીતુ સિંહ-સોની રાઝદાન મહેમાનોના આદર-સત્કાર કરવામાં વ્યસ્ત
લગ્નમાં આવનાર મહેમાનોને નીતુ સિંહ તથા સોની રાઝદાન આવકાર આપ્યો હતો. મહેમાનોને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટને દુલ્હનના કપડાંમાં જોઈને આર્યન મુખર્જી તથા કરન જોહર રડી પડ્યા હતા.
રણબીરે પર્સનલી આકાશ અંબાણીને આમંત્રણ આપ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આકાશ અંબાણીને 14મીએ જ વિદેશ જવાનું હતું, પરંતુ રણબીરે પર્સનલી લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ જ કારણથી આકાશે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કર્યો અને પત્ની શ્લોકા સાથે લગ્નમાં હાજરી આપી હતી.
તસવીરોમાં જુઓ લગ્નમાં કોણ કોણ આવ્યું...
ભોજન પણ સાદું છે
દિલ્હીથી શૅફ બોલાવવામાં આવ્યા છે. ભોજનમાં ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટલી તથા તંદૂરી ડિશ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આલિયા માટે વીગન બર્ગરનો અલગ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આલિયા તથા ફ્રેન્ડ અનુષ્કા રંજન વીગન બર્ગરના ફૅન છે.
માત્ર નિકટના મિત્રો-પરિવારની હાજરીમાં લગ્ન
લગ્નમાં માત્રને માત્ર ભટ્ટ તથા કપૂર પરિવારના 50 સભ્યો જ હાજર રહ્યા છે. લગ્નના તમામ નિર્ણયો મોટાભાગે રણબીરે જ લીધા છે. રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે. ભટ્ટ પરિવાર ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છા હતા, પરંતુ રણબીરના શરમાળ સ્વભાવને કારણે તેમણે નિર્ણય બદલ્યો હતો. આલિયાએ જ પરિવારને સાદગીથી લગ્ન કરવા માટે મનાવ્યા હતા.
નીતુ સિંહે મહેંદીની ડિઝાઇન બતાવી
નીતુ સિંહે મહેંદીમાં ખાસ રિશી કપૂરને યાદ કર્યા હતા. તેમણે હાથમાં રિશી કપૂરનું નામ પણ લખાવ્યું હતું.
લગ્નમાં રણબીરની ફિલ્મના ગીતો નહીં વાગે
રણબીર નથી ઈચ્છતો કે તેના લગ્નમાં તેની જ ફિલ્મના ગીતો વાગે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેંદી સેરેમનીમાં જ્યારે રણબીરને પૂછવામાં આવ્યં કે તેની ફિલ્મના કયા ગીતો વગાડવામાં આવે તો તે તેણે હસતા હસતા ના પાડી દીધી હતી.
સેરેમની પ્રાઇવેટ રાખશે
એક્ટરના મિત્રે કહ્યું હતું કે રણબીર પબ્લિક ઇમેજની જેમ જ પોતાના લગ્ન પણ પ્રાઇવેટ તથા સિમ્પલ રાખવા માગે છે. રણબીર પરંપરા સાથે જોડાયેલો રહેવા માગે છે. તે તમામ વિધિઓ હાઇલાઇટ ના થાય તેમ ઈચ્છે છે. આથી જ લગ્નમાં બહુ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.
રિસેપ્શન હોટલમાં નહીં યોજાય
રણબીર તથા આલિયા વેડિંગ રિસેપ્શન તાજ હોટલમાં આપવાના હતા. જોકે, હવે આ બંને વાસ્તુ અપાર્ટમેન્ટમાં પોતાના ઘરમાં જ રિસેપ્શન આપશે. બોલિવૂડ સેલેબ્સને ઇન્વિટેશન આપી દેવામાં આવ્યા છે.
મહેંદી સેરેમનીમાં કોણ કોણ આવ્યું હતું?
મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ, રિદ્ધિમા-ભરત-સમારા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન, અરમાન-અનીસા જૈન, મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ તથા રાહુલ ભટ્ટ, કરન જોહર, આર્યન મુખર્જી જોવા મળ્યાં હતાં. આરતી શેટ્ટી પણ આવી હતી.
કરને સૌ પહેલા આલિયાના હાથમાં મહેંદી મૂકી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાના હાથમાં સૌ પહેલા કરન જોહરે મહેંદી મૂકી હતી. આ સમયે કરન ઘણો જ ઇમોશનલ થઈ ગયો હતો.
ટાઇટ સિક્યોરિટી
આલિયાના સિક્યોરિટી હેડ યુસુફભાઈની એજન્સી '9/11' આલિયા-રણબીરના લગ્નની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. મહેંદી સેરેમનીમાં સ્ટાફના તમામ સભ્યોના મોબાઇલ કેમેરા પર સ્ટિકર લગાવી દેવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.