રણબીર-આલિયાના વેડિંગ:કપલે લગ્નમાં 4 ફેરા, 7ને બદલે 6 વચન લીધાં અને 8 કિસ કરી; સો.મીડિયા યુઝર્સે કહ્યું- 'ફેરા કરતાં તો કિસ વધુ કરી'

મુંબઈએક મહિનો પહેલા
  • રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા. ટાઇટ સિક્યોરિટીની વચ્ચે લગ્નની તૈયારી કરવામાં આવી હતી. સૌ પહેલા આલિયાએ લગ્નની તસવીરો શૅર કરી હતી અને ત્યાર બાદ કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નની વિવિધ તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાંથી ઘણી તસવીરોમાં આલિયા-રણબીર એકબીજાને કિસ કરતાં જોવા મળ્યાં હતાં. જોકે સો.મીડિયા યુઝર્સને આ તસવીરો પસંદ આવી નથી.

7 વચનને બદલે 6 વચન લીધા
રણબીર તથા આલિયાએ લગ્નમાં સાત ફેરાને બદલે ચાર જ ફેરા ફર્યાં હતાં. આટલું જ નહીં રણબીર તથા આલિયાએ સાત વચનને બદલે છ વચન લીધા હતા. પંડિતજીએ આલિયાને જ્યારે કહ્યું કે તે તેના જીવનના મહત્ત્વના નિર્ણયો પતિની પરવાનગી લઈને જ લેશે, ત્યારે મહેશ ભટ્ટે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને તેમના સંતાનોને કોઈના પર આધારિત થઈને જીવન જીવવાનું શીખવ્યું નથી. આલિયાએ પિતાની વાત માની હતી અને આ વચન લીધું નહોતું. આ રીતે લગ્નમાં આલિયા-રણબીરે છ વચન જ લીધા હતા. જોકે, મહેંદી ફંક્શન હોય કે લગ્ન કે પછી કેક કટિંગ કરવાની હોય, રણબીર-આલિયાએ કિસ કરવામાં કોઈ કૉમ્પ્રોમાઇઝ કર્યું નહોતું.

કેક કટિંગ વખતે કિસ કરી
રણબીર કપૂરના જીજાજી ભરત સાહનીએ પણ લગ્નની તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરમાં કેક કટિંગ કરતી વખતે રણબીર-આલિયા એકબીજાને કિસ કરે છે.

આલિયા-રણબીરની કિસ કરતી તસવીરો....

સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યાં
રણબીર-આલિયાના લગ્નની તસવીરો વાઇરલ થતાં સો.મીડિયા યુઝર્સે કપલને ટ્રોલ કર્યા છે. એક યુઝરે કહ્યું હતું, 'કિતને કિસ લોગે ભાઈ...કુછ તો બાકી રખો..' અન્ય એકે કહ્યું હતું, 'થાકી ગયો છું ભાઈ આમની ચુમ્મા-ચુમ્મી જોઈને, સુહાગરાત પણ મંડપમાં જ મનાવી લો...' અન્ય એકે કહ્યું હતું, 'ફેરા કરતાં તો કિસ વધારે કરી છે.' કેટલાક યુઝર્સે આક્ષેપ કર્યો હતો કે રણબીર તથા આલિયાએ પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાનો પ્રયાસ કર્યો છે.