નવા વર્ષનું સેલિબ્રેશન:સગાઈની ચર્ચા વચ્ચે રણબીર-આલિયા રણથંભોર ફર્યા, કપૂર-ભટ્ટ પરિવાર સાથે જોવા મળ્યો

સવાઈમાધોપુર2 વર્ષ પહેલા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ-દીપિકા પાદુકોણ નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે રણથંભોર ગયા છે. તમામ સ્ટાર્સ અહીંયા નવું વર્ષ સેલિબ્રેટ કરશે. રણબીર કપૂરની માતા નીતુ સિંહ, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન સાથે જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ રણથંભોર આવ્યા હતા.

બુધવાર, 30 ડિસેમ્બરના રોજ તમામ સ્ટાર્સે હોટલમાં જ રાજસ્થાની વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. ગુરુવાર, 31 ડિસેમ્બરના રોજ તમામ સ્ટાર્સ રણથંભોર ફરવા ગયા છે. તેઓ ગણેશ ધામ, સિંહ દ્વારથી રણથંભોરમાં વાઘના સાઈટિંગ માટે ગયા છે.

બુધવારે બે જગ્યાએ વાઘણ જોવા મળી
આ પહેલાં બુધવારે તમામ સ્ટાર્સે રણથંભોરમાં સફારી કરી હતી અને બે જગ્યાએ વાઘણને જોઈ હતી. આ દરમિયાન રણબીર કપૂર તથા આલિયાએ કેમેરા તથા લોકોની ભીડથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. રણથંભોર રોડ સ્થિત સેવન સ્ટાર હોટલમાંથી ચાર જિપ્સીમાં સવાર થઈને તમામ સફારી માટે ગયા હતા.

હાલમાં કોઈ સગાઈ થઈ નથી
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સગાઈ કરે તેવી ચર્ચા છે. જોકે, તેઓ ક્યારે સગાઈ કરશે તે નક્કી નથી. જોકે, એવી પણ ચર્ચા છે કે બંને રણથંભોર પોતાના વેડિંગ ડેસ્ટિનેશન માટે આવ્યા છે. આ જ માટે ભટ્ટ તથા કપૂર પરિવાર આવ્યો છે.

આલિયા ભટ્ટે આ તસવીર શૅર કરી હતી
આલિયા ભટ્ટે આ તસવીર શૅર કરી હતી
નીતુ સિંહ દૌહિત્રી સમારા સાથે
નીતુ સિંહ દૌહિત્રી સમારા સાથે
તમામ સ્ટાર્સે રાજસ્થાની વાનગીની મજા માણી હતી
તમામ સ્ટાર્સે રાજસ્થાની વાનગીની મજા માણી હતી
નીતુ સિંહ દીકરી રિદ્ધિમા કપૂર સાથે
નીતુ સિંહ દીકરી રિદ્ધિમા કપૂર સાથે
રિદ્ધિમા તથા સોની રાઝદાન
રિદ્ધિમા તથા સોની રાઝદાન
ડિરેક્ટર અયાન મુખર્જી તથા નીતુ સિંહ
ડિરેક્ટર અયાન મુખર્જી તથા નીતુ સિંહ