આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આલિયાએ પહેલાં વેડિંગ તસવીરો શૅર કરી હતી. હવે આલિયાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે.
આલિયાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી
આલિયાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'મહેંદી ડ્રીમ બહારની વાત હતી. આખો દિવસ પ્રેમ, પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે પસાર થયો, બહુ બધી ફ્રેંચ ફ્રાઇઝ ખાધી, છોકરા પક્ષ તરફથી સરપ્રાઇઝ પર્ફોર્મન્સ હતું, અયાન DJ બન્યો હતો, સૌથી મોટી સરપ્રાઇઝ એ હતી કે મિસ્ટર કપૂરે મારા ફેવરિટ સોંગ્સ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. ખુશીનાં આંસુ તથા આશીર્વાદ સાથે, મારા જીવનની સુંદર ક્ષણો... દિવસો છે... અને પછી આવા દિવસો પણ આવે છે...'
રણબીરે પિતાને યાદ કર્યા
મહેંદી સેરેમનીમાં રણબીર કપૂરે પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હતા. રણબીરે પિતાની તસવીર હાથમાં લઈને એક ફોટો ક્લિક કરાવ્યો હતો. લગ્નના દિવસે પણ મંડપ આગળ ઋષિ કપૂરનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને આલિયા-રણબીરે તેમના આશીર્વાદ લઈને લગ્નની વિધિઓ કરી હતી.
10 દિવસની અંદર નીતુ સિંહે ડાન્સ પર્ફોર્મન્સ તૈયાર કર્યું
નીતુ સિંહ લગ્ન નક્કી થયા તેના 10 દિવસની અંદર કરિશ્મા, રિદ્ધિમા તથા રીમા જૈન સાથે ડાન્સ પર્ફોર્મન્સ તૈયાર કર્યું હતું.
તસવીરોમાં જુઓ આલિયા-રણબીરની મહેંદી સેરેમની....
રણબીર-આલિયાના લગ્નની નવી તસવીરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.