તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણબીર-આલિયા પર યુઝર્સ ગુસ્સે:કોરોનાથી રિકવર થયા પછી કપલ માલદિવ્સ ફરવા ઊપડ્યું, યુઝર્સ બોલ્યા, ‘સેલિબ્રિટી માટે લોકડાઉન નથી? શરમ કરો, શરમ’

2 મહિનો પહેલા
ગયા વર્ષે આ જ લોકો કહેતા હતા ઘરે રહો, સેફ રહો
  • ટાઈગર અને દિશા પણ એક દિવસ પહેલાં વેકેશન માટે માલદિવ્સ ગયાં છે
  • એક યુઝરે લખ્યું, માલદિવ્સમાં ડિસ્કાઉન્ટ આપે છે? આ ઇન્ડિયન સેલેબ્સને ટ્રાવેલ કરવાની પરમિશન કોણે આપી?

એક્ટર રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ હજુ થોડા દિવસ પહેલાં જ કોરોનાથી સ્વસ્થ થયાં છે. હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયાં છે. તેમના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે. ન્યૂઝ પ્રમાણે, રણબીર-આલિયા વેકેશન માટે માલદિવ્સ ગયાં છે. કોરોના અને લોકડાઉન હોવા છતાં કપલના વેકેશનના જવા પર યુઝર્સ ગુસ્સે ભરાયા છે અને બંનેને ટ્રોલ કરી રહ્યા છે.

આ લોકો સુપર સ્પ્રેડર્સ છે, માલદિવ્સ સરકાર તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકે
એક સોશિયલ મીડિયા યુઝર્સે ગુસ્સામાં લખ્યું, ટાઈગર અને દિશા માટે પણ આ જ કહ્યું હતું અને ફરીથી કહી રહ્યો છું. આ લોકો સુપર સ્પ્રેડર્સ છે. માલદિવ્સની સરકારે આ લોકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ટાઈગર અને દિશા પણ એક દિવસ પહેલાં વેકેશન માટે માલદિવ્સ ગયાં છે. આની પહેલાં સારા અલી ખાન, જાન્હવી કપૂર, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર સહિત ઘણાં સેલેબ્સ કોરોના અને લોકડાઉન દરમિયાન વેકેશન માટે માલદિવ્સ જઈ આવ્યાં હતા.

ગરીબોની મદદ કરવાને બદલે રજાઓ માણવી આ લોકો માટે વધારે મહત્ત્વનું છે
અન્ય યુઝરે લખ્યું, વાહ બેટા, કોરોનાના કેસ વધ્યા તો માલદિવ્સ ઊપડ્યા! પૈસા હોય તો શું ના થઇ શકે? એક યુઝરે લખ્યું, ગરીબોની મદદ કરવા અને લોકોને જાગ્રત કરવાને બદલે આ લોકો વેકેશન મનાવી રહ્યા છે. ગયા વર્ષે આ જ લોકો કહેતા હતા ઘરે રહો, સેફ રહો. બીજા યુઝરે લખ્યું, આ લોકો માટે નો કોરોના, નો લોકડાઉન.

સેલિબ્રિટી માટે લોકડાઉન નથી?
એક યુઝરે લખ્યું, આ બધા સેલેબ્સ કોરોના ટાઈમમાં રજા માણી રહ્યા છે. તેમના માટે લોકડાઉન નથી? કોરોના માત્ર લોઅર અને મિડલ ક્લાસ લોકો માટે જ હોય છે અને જીવ પણ તે લોકો જ ગુમાવે છે. આ સેલેબ્સ હોમ ક્વોરન્ટીન રહીને સ્વસ્થ થઇ જાય છે. બીજા યુઝરે લખ્યું, માલદિવ્સમાં ડિસ્કાઉન્ટ આપે છે? આ ઇન્ડિયન સેલેબ્સને ટ્રાવેલ કરવાની પરમિશન કોણે આપી? શરમ આવવી જોઈએ આવા લોકોને.

કપલ પહેલીવાર બ્રહ્માસ્ત્રમાં સાથે દેખાશે
રણબીર અને આલિયા પહેલીવાર ડિરેક્ટર અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સ્કિન શેર કરશે. રણબીર લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે દેખાશે.
આ ઉપરાંત રણબીર ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં પરિણીતી ચોપરા, અનિલ કપૂર અને બોબી દેઓલ સાથે દેખાશે. આલિયા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’,‘RRR’ અને ‘તખ્ત’માં દેખાશે.