તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ યર સેલિબ્રેશન:આ વર્ષે વિદેશને બદલે રણબીર કપૂર-આલિયા ભટ્ટ, દીપિકા-રણવીર સિંહ રણથંભોરમાં નવું વર્ષ સેલિબ્રેટ કરશે

મુંબઈ3 મહિનો પહેલા
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની સાથે નીતુ સિંહ પણ હતાં. તમામ મુંબઈથી ફ્લાઈટમાં જયપુર આવ્યા - Divya Bhaskar
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની સાથે નીતુ સિંહ પણ હતાં. તમામ મુંબઈથી ફ્લાઈટમાં જયપુર આવ્યા

કોરોનાને કારણે આ વર્ષે બોલિવૂડ સ્ટાર્સે નવું વર્ષ ભારતમાં જ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. 29 ડિસેમ્બર, મંગળવારના રોજ જયપુર એરપોર્ટ પર સૌ પહેલાં દીપિકા-રણવીર આવ્યા હતા. થોડીક મિનિટ બાદ આલિયા ભટ્ટ, રણબીર કપૂર તથા નીતુ સિંહ જોવા મળ્યાં હતાં. આ તમામ એક જ ફ્લાઈટમાં મુંબઈથી જયપુર આવ્યા હતા.

ત્યારબાદ અલગ-અલગ કારમાં સવાઈમાધોપુર રવાના થયા હતા. કેટલાંક લોકો એરપોર્ટ પર સ્ટાર્સને રિસીવ કરવા પણ આવ્યા હતા. સ્ટાર્સે એરપોર્ટ પર કોઈની સાથે વાત કરી નહોતી. એરપોર્ટથી બહાર આવીને સીધા ગાડીમાં બેસીને જતા રહ્યાં હતાં. આ સ્ટાર્સ માધોપુરની ફાઈવસ્ટાર હોટલમાં રોકાશે.

કહેવાય છે કે તમામ સ્ટાર્સ રણથંભોરમાં નવું વર્ષ સેલિબ્રેટ કરશે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ માહિતી નથી. ચર્ચા એવી પણ છે કે રણથંભોરમાં કોઈ ઈવેન્ટમાં સામેલ થવા માટે આ સ્ટાર્સ અહીંયા આવ્યા છે. અલબત્ત, આ અંગે પણ અધિકૃત માહિતી મળી નથી. પહેલી ઓક્ટોબરથી રણથંભોર નેશનલ પાર્ક પર્યટકો માટે ખોલી નાખવામાં આવ્યું છે.

જયપુર એરપોર્ટ પર દીપિકા-રણવીર
જયપુર એરપોર્ટ પર દીપિકા-રણવીર

મેચિંગ ડ્રેસમાં દીપિકા-રણવીર
જયપુર એરપોર્ટ પર દીપિકા-રણવીર મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા. દીપિકા જમ્પ સૂટ પર લોંગ કોટ તથા લેધર શૂઝમાં હતી. રણવીરે પણ દીપિકાના ડ્રેસને મેચ કરતું ચેક સ્વેટર, ઓવર કોટ તથા બ્રાઉન ટ્રાઉઝર પહેર્યું હતું. આ ઉપરાંત તેણે કેપ પણ પહેરી હતી.

અંબાણી પરિવારે અહીંયા દિવાળી મનાવી હતી
બિઝનેસમેન અનિલ અંબાણીએ પરિવાર સાથે સવાઈમાધોપુરમાં દિવાળી મનાવી હતી. તેઓ અહીંયા ત્રણથી ચાર દિવસ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો