કપૂર નબીરો ટ્રોલ:રણબીર પ્રેગ્નન્ટ પત્ની આલિયાને લેવા આવ્યો, લાલ આંખો ને વિખરાયેલા વાળ જોઈ યુઝર્સે 'નશેડી-ચરસી' કહ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટ હાલમાં જ લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી છે. પતિ રણબીર કપૂર પત્નીને લેવા એરપોર્ટ આવ્યો હતો. રણબીર કપૂર કેઝ્યુઅલ લુકમાં હતો. જોકે, રણબીર કપૂર નશામાં હોય તેમ સો.મીડિયા યુઝર્સને લાગતું હતું અને આ જ કારણે સો.મીડિયામાં ટ્રોલ થયો છે.

રણબીર કપૂરે સરપ્રાઇઝ આપ્યું
રણબીર કપૂર પત્નીને સરપ્રાઇઝ આપવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. પતિને કારમાં બેઠેલો જોઈને આલિયા ભટ્ટ ઘણી જ ખુશ થઈ ગઈ હતી. રણબીર કપૂરનો રોમેન્ટિક અંદાજ સો.મીડિયા યુઝર્સને ઘણો જ ગમ્યો હતો. જોકે, બીજી બાજુ રણબીર કપૂરને લુકને કારણે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

યુઝર્સે કહ્યું, રણબીર નશેડી છે
એરપોર્ટ પર રણબીર કપૂર ચેકર્ડ શર્ટ તથા જીન્સ પહેરીને આવ્યો હતો. આલિયા આવી તે પહેલાં રણબીર પોતાના ફોનમાં વ્યસ્ત હતો. આ દરમિયાન તેના વાળ વિખરાયેલા હતા અને આંખો લાલ હતી. આટલું જ નહીં રણબીરે પગમાં શૂઝ કે ચંપલ પણ પહેર્યા નહોતા. તેના પગ ઉઘાડા હતા. આ જોઈને યુઝર્સે રણબીર કપૂરને નશેડી, ચરસી કહ્યો હતો.

એક યુઝરે કહ્યું હતું કે એકદમ ચરસી લાગે છે. અન્ય એકે કહ્યું હતું કે સસ્તો નશો કર્યો લાગે છે. બીજા એક કટાક્ષમાં કહ્યું હતું, 'મૈં રમતા જોગી, મૈં રમતા જોગી..'

14 એપ્રિલે લગ્ન, જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત
પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ છે.

'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'હાર્ટ ઑફ સ્ટોન', 'ડાર્લિંગ્સ' તથા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' 22 જુલાઈએ રિલીઝ થશે. આ ઉપરાંત તે 'એનિમલ'માં કામ કરી રહ્યો છે. શ્રદ્ધા કપૂર સાથે પણ એક ફિલ્મમાં રણબીર જોવા મળશે.