SRKએ કેમ છુપાવવું પડ્યું?:શાહરુખ ખાને કારમાં પડદા લગાવ્યા, ચહેરો પણ બતાવ્યો નહીં; આખરે શું હતું કારણ?

મુંબઈએક મહિનો પહેલા

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે લગ્નના બે દિવસ બાદ વેડિંગ પાર્ટી આપી હતી. બંનેએ 16 એપ્રિલ, શનિવારના રોજ વાસ્તુ અપાર્ટમેન્ટમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં કરન જોહર, ડિરેક્ટર લવ રંજન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, તારા સુતરિયા, આદર જૈન, કરિશ્મ કપૂર, આદિત્ય રોય કપૂર સહિતના મહેમાનો આવ્યા હતા. જોકે, સૌથી વધુ ચર્ચા શાહરુખ ખાનની રહી હતી. આલિયા-રણબીરની વેડિંગ પાર્ટીમાં ગૌરી તથા શાહરુખ અલગ અલગ કારમાં આવ્યા હતા.

ગૌૈરી ખાન
ગૌૈરી ખાન

ગૌરી પહેલાં આવી
આલિયા-રણબીરની રિસેપ્શન પાર્ટીમાં સૌ પહેલાં ગૌરી કારમાં એકલી આવી હતી. ત્યારબાદ બીજી કારમાં શાહરુખ ખાન આવ્યો હતો. શાહરુખ ખાન પાર્ટીમાં સિક્રેટ અંદાજમાં આવ્યો હતો.

શાહરુખ ખાનની એક ઝલક ના જોવા મળી
શાહરુખ ખાને કારમાં ચારેબાજુ બ્લેક પડદા લગાવી દીધા હતા. શાહરુખ ખાન બેક સીટમાં બેઠો હતો.

મીડિયાએ કારની ઓળખ કરી
શાહરુખ ખાન આલિયા-રણબીરની પાર્ટીમાં આવ્યો છે, તે વાતની જાણ કોઈને થઈ નહોતી. જોકે, ફોટોગ્રાફર્સે શાહરુખ ખાનને કારની નંબર પ્લેટ પરથી ઓળખી કાઢ્યો હતો.

'પઠાન'ના સેટ પરથી શાહરુખની તસવીર લીક થઈ હતી.
'પઠાન'ના સેટ પરથી શાહરુખની તસવીર લીક થઈ હતી.

શા માટે ચહેરો છુપાવ્યો?
શાહરુખ ખાનને ચહેરો શા માટે છુપાવ્યો તેનું ચોક્કસ કારણ તો બહાર નથી આવ્યું, પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખે પોતાની આગામી ફિલ્મનો લુક રીવિલ ના થાય તે માટે ચહેરો છુપાવીને રાખ્યો હતો. શનિવાર, 16 એપ્રિલથી શાહરુખ ખાને રાજકુમાર હિરાનીની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મનો લુક લીક ના થાય તે માટે શાહરુખે ચહેરો છુપાવ્યો હતો. હાલમાં જ શાહરુખે ફિલ્મ 'પઠાન' તથા એટલીની ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.