'બોલિવૂડવાળા પ્રભાસ ને મહેશ બાબુને ઓળખતા પણ નહોતા':રાણા દગ્ગુબાતીએ કહ્યું, 'મારો મિત્ર મહેશબાબુને નમ્રતા શિરોડકરના પતિ તરીકે જાણતો હતો'

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

'બાહુબલી'માં ભલ્લાલ દેવનું પાત્ર ભજવનાર એક્ટર રાણા દગ્ગુબાતી આજકાલ પોતાની અપકમિંગ વેબ સિરીઝ 'રાણા નાયડુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેલુગુ ફિલ્મની વધતી લોકપ્રિયતા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે થોડાં વર્ષ પહેલાં બોલિવૂડના કેટલાક લોકો પ્રભાસ ને મહેશબાબુને ઓળખતા પણ નહોતા.

વધુમાં રાણાએ કહ્યું હતું કે તે લોકો પ્રભાસની ફિલ્મનું નામ પૂછતા તો મહેશ બાબુને નમ્રતા શિરોડકરના પતિ તરીકે ઓળખતા હતા. જોકે, પછી 'બાહુબલી' રીલિઝ થઈ ને બધું જ બદલાઈ ગયું. જે લોકો પ્રભાસને ઓળખતા નહોતા તે પણ સારી રીતે ઓળખવા લાગ્યા.

મિત્રે પૂછ્યું, પ્રભાસ કોણ છે?
રાણાએ કહ્યું હતું, 'હું 'બાહુબલી'ના શૂટિંગ સમયે થોડો સમય બહાર ગયો હતો. મારા એક મિત્રે પૂછ્યું કે આ ફિલ્મમાં લીડ રોલ કોણ પ્લે કરે છે? મેં પ્રભાસનું નામ લીધું તો તેણે એવો સવાલ કર્યો કે પ્રભાસ કોણ છે. મને ખ્યાલ જ ના આવ્યો કે હું તેને કેવી રીતે સમજાવું કે પ્રભાસ કોણ છે. મેં કેટલીક ફિલ્મનાં નામ લીધાં, પરંતુ તેણે એક પણ ફિલ્મ જોઈ નહોતી.'

વાતને આગળ વધારતાં રાણાએ કહ્યું હતું, 'તેણે મને એવું કહ્યું હતું કે તે માત્ર ચીનુના પતિને ઓળખે છે. મેં વિચાર્યું કે આ ચીનુ કોણ છે, પછી અચાનક યાદ આવ્યું કે ચીનુ તો નમ્રતા શિરોડકરનું નામ છે. મને નવાઈ લાગી કે તે મહેશ બાબુની વાત કરે છે. મેં તેને ત્યારે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષ રાહ જો, અમારી આર્મી આવવાની છે.'

હિંદી-તેલુગુ ઓડિયન્સ એક સરખું જ છે
હિંદી બેલ્ટમાં તેલુગુ ફિલ્મની લોકપ્રિયતા અંગે વાત કરતા રાણા દગ્ગુબાતીએ કહ્યું હતું કે તેને વિશ્વાસ હતો કે આ દિવસ જરૂરથી આવશે. તેની બીજી એક ફિલ્મ હિંદીમાં હતી. તેને લાગે છે કે હિંદી ને તેલુગુ ઓડિયન્સ લગભગ એક સરખું જ છે. કારણ વગર આપણે ભાષના ચક્કરમાં ફસાયેલા છીએ. એક દિવસ એવો આવશે કે આ બધું એક થઈ જશે. જ્યારે તે હિંદી ફિલ્મ બનાવે છે તો લોકોને લાગે છે કે તે તેલુગુ ફિલ્મ બનાવે છે, જ્યારે તેલુગુ બનાવે છે તો લોકોને લાગે છે કે તે હિંદી બનાવે છે.

'ભલ્લાલદેવ'ના રોલથી લોકપ્રિય થયો
રાણાની વાત કરીએ તો તેણે કોણિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમેજિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે હૈદરાબાદ સ્થિત પિતાના પ્રોડક્શન હાઉસને સંભાળવા લાગ્યો. રાણાએ 2010માં આવેલી ફિલ્મ 'લીડર'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી. તેણે અનેક તમિલ ફિલ્મમાં કામ કર્યું છે, પરંતુ ખરી ઓળખ 'બાહુબલી'થી મળી છે. આ ફિલ્મમાં તેણે વિલન ભલ્લાલદેવનો રોલ પ્લે કર્યો હતો.

આ ઉપરાંત હિંદી ફિલ્મ 'ગાઝી અટેક'થી પણ ખાસ્સો લોકપ્રિય થયો હતો. આ ફિલ્મમાં કેકે મેનન તથા અતુલ કુલકર્ણી હતા.

અન્ય સમાચારો પણ છે...