અક્ષય કુમાર પર રામસેતુની ઇમેજ બગાડવાનો આક્ષેપ:સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું, એક્ટર પર કેસ કરીશું; દેશમાંથી બહાર કરવાની માગણી કરીશું

મુંબઈ10 દિવસ પહેલા

અક્ષય કુમાર તથા 'રામસેતુ' હાલમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના નિશાન પર છે. તેમણે સો.મીડિયામાં બે પોસ્ટ શૅર કરીને ફિલ્મના મેકર્સ તથા અક્ષય કુમાર પર કોર્ટ કેસ કરવાની માહિતી આપી હતી. તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઐતિહાસિક રામસેતુ અંગે ખોટાં તથ્યો બતાવવામાં આવ્યા છે. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે અક્ષય કુમાર વિદેશી નાગરિક છે અને તેઓ તેને દેશમાંથી બહાર જવાનું પણ કહી શકે છે.

સુબ્રહ્મણ્યમે શું કહ્યું?
સુબ્રહ્મણ્યમે એક પોસ્ટમાં કહ્યું હતું, 'હું અક્ષય કુમાર તથા કર્મા મીડિયા વિરુદ્ધ કેસ કરવાનો છું, કારણ કે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ 'રામસેતુ'માં તથ્યોને ખોટી રીતે બતાવ્યા છે. આ ફિલ્મથી રામસેતુની ઇમેજને નુકસાન થઈ શકે છે. આ કેસ મારા વકીલ સત્ય સભ્રવાલ જુએ છે.

અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, 'અક્ષય કુમાર એક વિદેશી નાગરિક છે તો અમે તેની ધરપકડ કરીને તેને દેશમાંથી બહાર જવાનું પણ કહી શકીએ છીએ.'

પોસ્ટર જોઈને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યો હતો
'રામસેતુ'નું થોડાં સમય પહેલાં એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર જોઈને સો.મીડિયા યુઝર્સે એક્ટરને ઘણો જ ટ્રોલ કર્યો હતો. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ગુફામાં એક હાથમાં મશાલ લઈને ઊભો છે. તેની બાજુમાં જેકલિન ટોર્ચ સાથે છે. યુઝર્સને ટોર્ચ તથા મશાલનું લૉજિક સમજમાં આવ્યું નહીં અને તેથી ટ્રોલ કરવામાં આવ્યો હતો.

અક્ષય કુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે
'રામ સેતુ'માં અક્ષય કુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે. તે ભારત તથા શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુની સત્યતા ચકાસવાનું કામ કરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું છે.

અભિષેક શર્મા ડિરેક્ટર
અક્ષય ઉપરાંત ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા છે. ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરે છે. પ્રોડ્યૂસર વિક્રમ મલ્હોત્રા છે.

અન્ય સમાચારો પણ છે...