તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ:NCB આવતીકાલે દીપિકા-કરિશ્માની સામસામે બેસાડીને પૂછપરછ કરશે, મેનેજરે દીપિકા માટે ડ્રગ્સ ખરીદ્યું હોવાની વાત સ્વીકારી

મુંબઈ7 મહિનો પહેલા
 • દીપિકા અને તેની મેનેજરના વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાત સામે આવી હતી
 • NCBએ રકુલની ચાર કલાક પૂછપરછ કરી, એક્ટ્રેસે ડ્રગ ચેટની વાત કબૂલી
 • રકુલે કહ્યું, 'રિયાએ મારા ઘરે ડ્રગ્સ મૂક્યું હતું, મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી'

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આજે, 25 સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ હતી. રકુલ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે. કરિશ્માએ NCBની પૂછપરછ દરમિયાન દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી હતી. રકુલે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. ગયા વર્ષે કરન જોહરના ઘરે યોજાયેલ પાર્ટી હવે NCBના રડાર પર છે. માનવામાં આવે છે કે આ પાર્ટીમાં કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પાર્ટીમાં સામેલ તમામ સેલેબ્સની NCB પૂછપરછ કરશે. તો બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે NCBની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે.

કરિશ્માની છ કલાક પૂછપરછ થઈ
કરિશ્મા આજે, 25 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે NCBની ઓફિસ આવી હતી. સાંજે છ વાગે તે ઓફિસની બહાર નીકળતી જોવા મળી હતી. આમ NCBએ છ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. NCBએ આવતીકાલે, 26 સપ્ટેમ્બરે ફરીવાર પૂછપરછ માટે બોલાવી છે. NCB દીપિકા તથા કરિશ્માને સામસામે બેસાડીને પૂછપરછ કરશે.

ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી
સૂત્રોના મતે, રકુલે NCB સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી અને ડ્રગ્સ પેડલર્સ સાથે તેનું કોઈ કનેક્શન નથી. આ ઉપરાંત રકુલે 2018માં રિયા સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રિયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યું હતું, કારણ કે રિયાએ તેના ઘરે ડ્રગ્સ મૂક્યું હતું.​​ રકુલ સવારે 10.30 વાગે NCBની ઓફિસ આવી હતી અને ત્યાંથી 2.30 વાગે નીકળી હતી. આ રીતે NCBએ રકુલની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

રકુલ-કરિશ્માની સામસામે બેસાડીને પૂછપરછ
રકુલ પ્રીત સિંહ તથા દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને સામસામે બેસાડીને NCB પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે બંનેને જયા સાહાની ચેટ બતાવીને સવાલ કરવામાં આવ્યા હતાં.

કરિશ્મા-રકુલને સામસામે બેસાડીને આ સવાલ પૂછવામાં આવ્યા
સૂત્રોના મતે, કરિશ્મા-રકુલને સામસામે બેસાડીને આ સવાલ પૂછવામાં આવ્યા હતા.
1. શું તે ડ્રગ્સ લેવા માટે દીપિકા પાદુકોણ પાસેથી રૂપિયા લેતી હતી?
2. બંને કયા કયા ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતાં?
3. જો તેઓ ડ્રગ્સ મગાવતા હતા તો પેમેન્ટ કેવી રીતે કરતા હતા?
4. કોકો રેસ્ટોરાંની પાર્ટીમાં શું થયું હતું?
5. બંનેના નામ જયા સાહા તથા મધુ મન્ટેનાએ પણ આપ્યા હતા. તો તમે બચાવમાં શું કહેશો?
6. અમારી પાસે ચેટ તથા એવિડન્સ છે, તમે ડિફેન્સમાં શું કહેવા માગશો?

કરિશ્માએ શું ખુલાસા કર્યા?
થોડા સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી.

2017માં બનેલું ગ્રુપ થોડા દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આ ગ્રુપમાં દીપિકાની મેનેજર કરિશ્મા તથા રિયાની મેનેજર જયા સાહા મેમ્બર હતા. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.

કરિશ્માએ સ્વીકાર્યું, દીપિકાએ જ તેને આ ગ્રુપમાં સામેલ કરી હતી
NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલાં રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા રાખવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.

ગ્રુપમાં 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત બે ગ્રુપ એડમિન હતા
સૂત્રોના મતે, આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત 2 અન્ય સભ્યો એડમિન હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.

સંજય રાઉતે NCBની કાર્યવાહી પર સવાલ કર્યા
શિવસેના નેતા સંજય રાઉતે NCBની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. રાઉતે કહ્યું હતું કે NCBનું કામ દેશની બહાર આવતા ડ્રગ્સના મોટા-મોટા કન્સાઇન્મેન્ટને પકડવાનું તથા તેના મૂળ સુધી જઈને તેનો ખાતમો બોલાવવાનું છે. પછી સામાન હવાઈમાર્ગે આવે કે અન્ય કોઈ માધ્યમથી. જોકે, હાલમાં તો NCB શું કરી રહી છે? અત્યારે તો NCB એક-એકને પકડીને પૂછપરછ કરી રહી છે. આના માટે તો દરેક શહેર તથા રાજ્યમાં સરકાર દ્વારા બનાવેલું એક પોલીસ ડિપાર્ટમેન્ટ છે. રાઉતે આક્ષેપ કર્યો છે કે સુશાંત કેસમાં CBIના હાથમાં કંઈ ના આવ્યું અને તેથી જ NCBએ તપાસ શરૂ કરી છે. સુશાંત કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી તે ખબર પડવી જોઈએ.

કરન જોહરની કંપનીના આસિસ્ટન્ટ ડિરેક્ટરની પૂછપરછ
તો બીજી બાજુ NCB કરન જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર અનુભવ ચોપરાની પૂછપરછ કરે છે. અનુભવ ચોપરા ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદનો નિકટનો સાથી છે. આ પહેલા NCBએ ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા. ક્ષિતિજ પર ડ્રગ્સ ખરીદવાનો આક્ષેપ છે. ડ્રગ પેડલરે ક્ષિતિજ પ્રસાદનું નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ટીવી સેલેબ્સ સનમ તથા અબીગેલે આપેલી માહિતીને આધારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે.

27 જુલાઈ, 2019ના રોજ થયેલી પાર્ટી NCBના રડાર પર
સૂત્રોના મતે, કરન જોહરના ઘરે ગયા વર્ષે 27 જુલાઈના રોજ એક પાર્ટી યોજાઈ હતી. કરન જોહરના ઘરે યોજાયેલી હાઉસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન-નતાશા, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી અને રણબીર કપૂર સહિત અન્ય લોકો પણ હાજર હતા. આ વીડિયો ખુદ કરન જોહરે શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તે સમયે પણ આ પાર્ટીમાં ડ્રગ્સ લેવાયા હોવાનો આરોપ લાગ્યો હતો. હવે NCBને શંકા છે કે આ પાર્ટીમાં કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં સામેલ દરેક સેલેબ્સ હવે NCBના રડાર પર છે. માનવામાં આવે છે કે પાર્ટીમાં સામેલ તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે ભૂતપૂર્વ MLA મજિન્દર સિંહ સિરસાએ કરવ જોહર વિરુદ્ધ ડ્રગ્સ પાર્ટીની ફરિયાદ દાખલ કરી હતી. NCBને ફરિયાદ કરી તેમણે આ બાબતે તપાસ હાથ ધરવાની અપીલ પણ કરી હતી.

કરિશ્મા પ્રકાશ 11 વાગે ઓફિસ આવી હતી
કરિશ્મા પ્રકાશ 11 વાગે ઓફિસ આવી હતી

આવતીકાલે ત્રણ એક્ટ્રેસની પૂછપરછ
26 સપ્ટેમ્બરના રોજ NCB સારા અલી ખાન, દીપિકા પાદુકોણ તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરશે.

રણવીરે દીપિકાની સાથે રહેવાની અરજી કરી
સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીરે NCBને અરજી કરી છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં તેણે કહ્યું છે કે દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. રણવીરે અરજીમાં એમ પણ કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. નિયમો જાણે છે કે તપાસ દરમિયાન તે હાજર ન રહી શકે છતાં પણ NCB ઓફિસની અંદર આવવાની તેને પરવાનગી આપવામાં આવે. જોકે તેની અરજી પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

રાખી સાવંતનો દાવોઃ સ્લિમ રહેવા માટે અનેક સેલેબ્સ ડ્રગ્સ લે છે
તો બીજી બાજુ રાખીએ દાવો કર્યો છે કે અનેક સેલેબ્સ ભૂખ ના લાગે એ માટે ડ્રગ્સ લે છે. મોટા ભાગના સેલેબ્સ ગાંજો અથવા ચરસ લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો