કન્ફર્મ:રકુલપ્રીત સિંહે જેકી ભગનાની સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો, જન્મદિવસ પર મળી સૌથી મોટી ગિફ્ટ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રકુલે જન્મદિવસ પર જેકી ભગનાની સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો

બોલિવૂડ તથા સાઉથ ફિલ્મમાં કામ કરતી રકુલપ્રીત સિંહનો આજે (10 ઓક્ટોબર) 31મો જન્મદિવસ છે. રકુલે સો.મીડિયામાં પ્રોડ્યૂસર જેકી ભગનાની સાથે સંબંધોનો સ્વીકાર કર્યો છે. રકુલની આ જાહેરાત બાદ ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા છે. રકુલે જેકી સાથેની એક તસવીર શૅર કરીને સ્પેશિયલ નોટ શૅર કરી હતી.

શું કહ્યું રકુલે?
રકુલે જેકી સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'થેંક્યૂ, આ વર્ષની મારી સૌથી મોટી ગિફ્ટ તું છો. મારા જીવનમાં રંગ ભરવા માટે આભાર. મને નોન-સ્ટોપ હસાવવા માટે આભાર. તું જેવો છે તેવો જ રહેવા માટે આભાર. અહીંયા સાથે હજી વધુ યાદો બનાવવાની બાકી છે, જેકી ભગનાની.'

રકુલની પોસ્ટ પર સેલેબ્સે કમેન્ટ્સ કરી
રકુલની આ પોસ્ટ પર આયુષ્માન ખુરાના, કાજલ અગ્રવાલ, રાશિ ખન્ના, સૌફી ચૌધરી સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

જેકીએ પણ રકુલ માટે સ્પેશિયલ બર્થડે મેસેજ શૅર કર્યો
જેકી ભગનાનીએ કહ્યું હતું, 'તારા વગર દિવસ દિવસ જેવો લાગતો નથી. તારા વગર સ્વાદિષ્ટ ભોજન હોવાં છતાંય ટેસ્ટ આવતો નથી. સૌથી સુંદર યુવતીને બર્થડે વિશ મોકલી રહ્યો છું. તે મારી દુનિયા છે. તું અને તારું હાસ્ય જેટલું સુંદર છે, ભગવાન કરે તારો દિવસ પણ એટલો જ સુંદર રહે. હેપ્પી બર્થડે મારી રકુલ.'

હાલમાં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું
રકુલ એક્ટર અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સિન્ડ્રેલા'નું શૂટિંગ લંડનમાં કર્યું હતું. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મને જેકી ભગનાની પ્રોડ્યૂસ કરી છે. આ ઉપરાંત રકુલ 'ડૉક્ટર જી', 'અટેક', 'મેડે' તથા 'થેંક ગોડ'માં જોવ મળશે. રકુલ છેલ્લે અર્જુન કપૂર સાથે ફિલ્મ 'સરદાર કા ગ્રાન્ડસન'માં જોવા મળી હતી.

ડ્રગ્સ વિવાદને કારણે ચર્ચામાં આવી હતી
ગયા વર્ષે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ રકુલ પ્રીત સિંહને પૂછપરછ માટે બોલાવી હતી. રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં રકુલની નામ આપ્યું હોવાની ચર્ચા હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો.