તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
7 દિવસ પહેલાં રકુલપ્રીત સિંહે સોશિયલ મીડિયા પર પોતાની કોરોના પોઝિટિવ હોવાની વાત શેર કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા અપીલ કરી હતી. હવે રકુલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કરી છે. રકુલ થોડા દિવસ અગાઉ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સ્ટારર 'મઈડે'નું શૂટિંગ કરી રહી હતી.
Thankyou for all the love ❤️ pic.twitter.com/XwhHtMubKf
— Rakul Singh (@Rakulpreet) December 29, 2020
રકુલે કહ્યું રાહ નથી જોઈ શકતી
એક્ટ્રેસે તેની પોસ્ટમાં લખ્યું છે, 'આ જણાવીને ખુશી થાય છે કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે સારું અનુભવી રહી છું. તમારા બધાની પ્રાર્થના માટે આભાર. નવા વર્ષની રાહ નથી જોઈ શકતી જે સારી હેલ્થ અને પોઝિટિવિટીથી ભરપૂર હોય.'
રકુલના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે 'મઈડે'નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મમાં તેનો રોલ પાયલટનો છે. અજયે 11 ડિસેમ્બરે શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર તે ખુદ છે. ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.
3 મહિના પહેલાં ડ્રગ્સ કેસમાં પૂછપરછ થઇ હતી
અંદાજે 3 મહિના પહેલાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહની NCBએ પૂછપરછ કરી હતી. દીપિકાનું નામ મેનેજર કરિશ્મા પ્રકાશ સાથેની ચેટ વાઇરલ થયા બાદ આ કેસ સાથે જોડાયું હતું. રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમ્યાન સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહનું નામ લીધું હતું. શ્રદ્ધાનું નામ ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથેની ચેટ વાઇરલ થયા બાદ ડ્રગ્સ કેસમાં જોડાયું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.