તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીડિયા વિરુદ્ધ ફરી હાઇકોર્ટમાં રકુલ:ડ્રગ્સ કેસમાં ફસાયેલી રકુલપ્રીત સિંહ મીડિયા કવરેજથી ત્રાસી ગઈ, કોર્ટમાં તેને અટકાવવાની માગ કરી

8 મહિનો પહેલા
રકુલની શુક્રવારે NCBએ પૂછપરછ કરી હતી. આ દરમ્યાન તેણે ડ્રગ્સ લેવાની વાતને નકારી દીધી હતી. - Divya Bhaskar
રકુલની શુક્રવારે NCBએ પૂછપરછ કરી હતી. આ દરમ્યાન તેણે ડ્રગ્સ લેવાની વાતને નકારી દીધી હતી.
 • રકુલે આરોપ લગાવ્યો છે કે મીડિયા તેની વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવી રહ્યા છે
 • એક્ટ્રેસ અગાઉ પણ હાઇકોર્ટ પહોંચી હતી, ત્યારે મીડિયા ટ્રાયલ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં જોડાયેલ ડ્રગ્સ કેસમાં ફસાયેલી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે. તેણે કોર્ટ પાસે માગણી કરી કે તેના વિરુદ્ધ મીડિયામાં જે ન્યૂઝ ફેલાઈ રહ્યા છે પબ્લિશ થઇ રહેલા આર્ટિકલ્સને તરત જ રોકવા માટેનો ઇન્ટરિમ આદેશ આપવામાં આવે. રિપોર્ટ્સ મુજબ આવતા અઠવાડિયે આ કેસમાં સુનાવણી થઇ શકે છે.

શૂટિંગ દરમ્યાન સમન્સની વાત ખબર પડી
રકુલે પિટિશન તેના વકીલો હિમાંશુ યાદવ, અમન હિંગોરાની અને શ્વેતા હિંગોરાની મારફતે ફાઈલ કરી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રકુલપ્રીત સિંહ હૈદરબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. 23 સપ્ટેમ્બરેની સાંજે તે મીડિયા રિપોર્ટ્સમાં એ જોઈને અચંબિત થઇ ગઈ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા ચક્રવર્તીના ડ્રગ્સ કેસ કનેક્શનમાં તેને સમન્સ પાઠવ્યું છે અને 24 સપ્ટેમ્બરે મુંબઈમાં NCB સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.

24 સપ્ટેમ્બરની સવાર સુધી સમન્સ મળ્યું ન હતું
પિટિશનમાં લખ્યું છે, 'યાચિકાકર્તા (રકુલ)ને તેમના હૈદરાબાદ કે મુંબઈના એડ્રેસ પર કોઈ સમન્સ મળ્યું ન હતું. માટે તે હૈદરાબાદમાં રહી. યાચિકાકર્તાના પિતા કર્નલ કલવિન્દર સિંહે (રિટાયર્ડ) 24 સપ્ટેમ્બરે સવારે રિપોર્ટ્સની હકીકત જાણવા માટે ફ્લાઇટથી મુંબઈ જવાનો નિર્ણય કર્યો. જોકે, 23 સપ્ટેમ્બર સાંજથી જ મીડિયાએ ફેક ન્યૂઝ ચલાવવાના શરૂ કરી દીધા હતા કે યાચિકાકર્તા પૂછપરછ માટે મુંબઈ પહોંચી ગઈ છે જ્યારે તે સમય સુધી હૈદરાબાદમાં હતી.'

કેસ વિશે 24 સપ્ટેમ્બરે ખબર પડી
પિટિશન મુજબ, રકુલ પ્રીત સિંહને 24 સપ્ટેમ્બરે સવારે અંદાજે 11:20 વાગ્યે NDPS એક્ટના સેક્શન 67 હેઠળ સમન્સ મળ્યું જે 23 સપ્ટેમ્બરે વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યું હતું જેમાં તેને 24 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે NCB સામે હાજર થવાની વાત કહેવામાં આવી હતી. યાચિકા મુજબ, 24 સપ્ટેમ્બરે NCBથી તેને મેલ મારફતે ખબર પડી કે તેને જે કેસમાં હાજર થવાનું છે તે ક્રાઇમ નંબર MZU/NCB/15/2020 તરીકે ફાઈલ થયેલ છે.

અગાઉ પણ રકુલ હાઇકોર્ટ ગઈ હતી
ગયા અઠવાડિયે રકુલ અચાનક ત્યારે ચર્ચામાં આવી જ્યારે NCBના સૂત્રોના હવાલે દાવો કરવામાં આવ્યો કે ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાનું નામ લીધું છે. ત્યારબાદ એક્ટ્રેસે મીડિયા ટ્રાયલ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે મીડિયાને લઈને એવી આશા જતાવી કે તે રિયા ચક્રવર્તી કેસમાં રકુલ પ્રીત સિંહ સંબંધિત ન્યૂઝમાં સંયમ રાખશે.

ડ્રગ્સ લેવાની વાત નકારી ચૂકી છે
શુક્રવારે રકુલ પ્રીત સિંહ NCB સામે હાજર થઇ હતી. તે દરમ્યાન તેણે એ વાત માની લીધી કે તે રિયા ચક્રવર્તી સાથે થયેલી ડ્રગ્સ ચેટનો હિસ્સો હતી પરંતુ એવું પણ કહ્યું કે તેણે ક્યારેય ડ્રગ્સ નથી લીધા. રકુલે દાવો કર્યો હતો કે રિયા તેના ઘરે તેના ડ્રગ્સ મૂકીને ગઈ હતી. તે બાબતે જ બંને વચ્ચે વાત થઇ હતી. રકુલના જણાવ્યા મુજબ તે ખુદ કોઈ ડ્રગ પેડલરના સંપર્કમાં નથી રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો