ફંડ ફોર કોરોના / રકુલ પ્રીત સિંહે યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરી, જે કમાણી થશે તે PM-CARES ફંડમાં દાન કરશે

Rakul Preet Singh launches her YouTube channel, will donate the revenue to PM Care Fund
X
Rakul Preet Singh launches her YouTube channel, will donate the revenue to PM Care Fund

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 04:15 PM IST

ઇન્દોર. મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે દરેક સેલેબ્સ કોઈને કોઈ રીતે લોકોની સહાય કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ તેના ઘર આસપાસ રોજ 200 ગરીબ પરિવારને બે સમયનું ભોજન પૂરું પાડે છે. આ સિવાય હવે તેણે મદદ માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેણે જાહેરાત કરી કે તે યુ ટ્યુબ ચેનલ શરૂ કરે છે અને તેમાંથી જે કમાણી થશે તેને રકુલ PM-CARES ફંડમાં દાન કરશે.

રકુલે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતા લખ્યું કે, હાલ ઘણો સમય છે તો મેં વિચાર્યું કે મારી યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરું જેમાં ઘણી બધી મજાની વાતો હશે. જે કમાણી થશે તે પીએમ ફંડમાં આપવામાં આવશે. ચાલો ખુશી વહેંચીએ. રકુલ આ ચેનલ પર ફૂડ, ફન, બીહાઈન્ડ ધ સીન્સની મસ્તી, ફિટનેસ વગેરેને લગતા વીડિયો શેર કરશે.

7 એપ્રિલના વર્લ્ડ હેલ્થ ડે પર તેણે એક વીડિયો પણ શેર કરી દીધો હતો. તે વીડિયોમાં તે ફેન્સને ચોકલેટ પેન કેક બનાવવાનું શીખવી રહી છે. રકુલની આ ચેનલના 70 હાજરથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી